ટ્રેન્ડિંગમનોરંજન
Adipurushમાં રાવણના રૉલમાં સૈફ અલી ખાન, એક્ટિંગના લોકોએ કર્યા વખાણ


અપકમિંગ ફિલ્મ ‘Adipurush‘નું ફાઈનલ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટ્રેલરમાં પ્રભાસ ફરી એકવાર પ્રભાવશાળી દેખાઈ રહ્યો છે. તેની સાથે સૈફ અલી ખાનની પણ ચર્ચા થઈ રહી છે.
આ ફિલ્મમાં સૈફ અલી ખાન રાવણનું પાત્ર ભજવી રહ્યો છે. રીસન્ટલી રિલીઝ કરેલા નવા ટ્રેલરમાં રાવલના કેરેક્ટરમાં સૈફ ખૂબ જ દમદાર દેખાઈ રહ્યો છે, જેના લોકો વખાણ કરી રહ્યા છે.

સૈફ અલી ખાનનો લુક, તેની એક્ટિંગ, તેની સ્ટાઈલની ખૂબ ચર્ચા થઈ રહી છે. ટ્રેલરમાં સૈફનો એક ડાયલોગ છે. જેમાં તે બોલે છે, “એક દશાનન 10 રાઘવ પર ભારે છે.” તમને જણાવી દઈએ કે, પ્રભાસ રાઘવની ભૂમિકામાં છે અને કૃતિ સેનન જાનકીના રોલમાં છે.