ટોપ ન્યૂઝટ્રેન્ડિંગમનોરંજન

સૈફ પર હુમલો કરનારો ઝડપાયો: મુંબઈ પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરી મોટો ખુલાસો કર્યો, બાંગ્લાદેશી હોવાની શંકા

Text To Speech

મુંબઈ, 19 જાન્યુઆરી 2025: સૈફ અલી ખાન પર 16 જાન્યુઆરી વહેલી સવારે 2.30 કલાકે તેના ઘર પર થયેલા હુમલાને લઈને મુંબઈ પોલીસે રવિવાર સવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. મુંબઈ પોલીસને ડીસીપી દીક્ષિત ગેદામે મીડિયાને જણાવ્યું હતું કે, એક આરોપીને થાણેમાંથી ધરપકડ કરી છે. તેની ઓળખાણ મોહમ્મદ શરીફુલ ઈસ્લામ શહઝાદ તરીકે થઈ હતી. પ્રાથમિક તપાસ બાદ અમને એવા પુરાવા મળ્યા છે, જેનાથી અમે કહી શકીએ કે આ આરોપી બાંગ્લાદેશ મૂળનો વતની છે. અમે થોડીવારમાં તેનું મેડીકલ કરાવીશું અને ત્યાર બાદ તેને કોર્ટમાં રજૂ કરીશું. મુંબઈ પોલીસ પૂછપરછ માટે કોર્સ પાસેથી આરોપીના રિમાન્ડની પણ માગ કરશે.

ડીપીસી દીક્ષિત ગેદામે જણાવ્યું કે, આરોપી પાસેથી ભારતનો કોઈ પણ માન્ય પુરાવા મળ્યા નથી. એટલે પોલીસે તેના વિરુદ્ધ પાસપોર્ટ એક્ટની સંબંધિત કલમોમાં કેસ નોંધી લીધો છે. આરોપી સાથએ પૂછપરછ ચાલી રહી છે. તે 5-6 મહિના પહેલા મુંબઈ આવ્યો હતો અને એક હાઉસ કીપિંગ એજન્સીમાં કામ કરતો હતો. આ અગાઉ શું તે સૈફના ઘરમાં જઈ ચુક્યો હતો? ડીસીપી ગેદામે કહ્યું કે, તેના વિશે તેની પાસે કોઈ પાક્કી માહિતી નથી. અમને લાગે છે કે ચોરીના ઈરાદા સાથે તે પહેલી વાર સૈફના ઘરમાં ઘુસ્યો હતો.

આરોપી શહઝાદે પોલીસને પૂછપરછમાં જણાવ્યું છે કે તેને નહોતી ખબર કે તે સૈફ અલી ખાનના ઘરમાં ઘુસ્યો છે. આરોપીએ જણાવ્યું કે, તેનો ઈરાદો ફક્ત ચોરી કરવાનો હતો અને એટલા માટે તે ઘરમાં ઘુસ્યો હતો. અચાનક સૈફ અલી ખાન તેની સામે આવી ગયો અને તેણે અભિનેતા પર ચાકૂથી કેટલીય વાર હુમલો કર્યો. જેમાં તે ઘાયલ થઈ ગયો. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીનો કોઈ ગુનાહિત ઈતિહાસ નથી. પોલીસ મોહમ્મદ શરીફુલ ઈસ્લામ શહઝાદ વિશે વધારે જાણકારી એકઠી રહી છે અને એ જાણવાની કોશિશ કરી રહી છે કે જો તે બાંગ્લાદેશી નાગરિક છે, તો તેણે ભારતમાં ગેરકાયદેસર એન્ટ્રી કેવી રીતે લીધી.

આ પણ વાંચો: સૈફ અલી ખાન પર ચાકૂથી હુમલો કરનારો મુખ્ય આરોપી થાણેમાંથી ઝડપાયો, પોલીસ સામે ગુનો કબૂલ્યો

Back to top button