ટોપ ન્યૂઝટ્રેન્ડિંગમનોરંજન

આરોપી શહઝાદને લઈ સૈફ અલી ખાનના ઘરે પહોંચી મુંબઈ પોલીસ, ક્રાઈમ સીન રિક્રિએટ કર્યો

Text To Speech

મુંબઈ 21 જાન્યુઆરી 2025: એક્ટર સૈફ અલી ખાન પર હાલમાં જ થયેલા હુમલા બાદ હવે પોલીસ આરોપી શરીફુલને ક્રાઈમ સીન રિક્રિએશન કરવા માટે તેના ઘરે લઈ ગઈ હતી. પોલીસે મંગળવાર સવારે આરોપીને પહેલા સૈફના ઘર અને પછી બાંદ્રા રેલવે સ્ટેશને લઈને પહોંચી હતી. સૈફ અલી ખાનના મુંબઈ સ્થિત સતગુરુ શરણ ભવનમાં 16 જાન્યુઆરીએ ચોરીની કોશિશ કરી હતી. આ દરમ્યાન આરોપીએ એક્ટર પર ચાકૂથી હુમલો કર્યો હતો.

પોલીસ આરોપીને લઈ જઈને એ વાતની જાણકારી લઈ રહી છે કે સૈફ અલી ખાન પર હુમલો કર્યા બાદ આરોપી કેવી રીતે ભાગ્યો, બાંદ્રા સ્ટેશને કેવી રીતે પહોંચ્યો, તેને લઈને પોલીસ આરોપીને બાંદ્રા સ્ટેશન પણ લઈને પહોંચી. સૈફની બિલ્ડીંગમાં ઘુસતી વખતે આરોપી કેમ કોઈ પણ કેમેરામાં આવ્યો નહીં. બાદમાં તે સૈફના ઘરમાં કેવી રીતે પહોંમચ્યો. તેની તપાસ પોલીસ કરશે.

પોલીસે ક્રાઈમ સીન રીક્રિએટ કર્યો

પોલીસે પહેલા આરોપીને સૈફની બિલ્ડિંગની અંદર લઈને ગઈ. બાદમાં ક્રાઈમ સીનને રીક્રિએટ કર્યા બાદ પોલીસ સૈફના આવાસમાંથી નીકળી, સાથે જ અમુક પોલીસ કર્મી ઠીક એવી જ રીતે સીસીટીવી કંટ્રોલ રુમમાં હતાં. આ જોવા માટે કે કેવી રીતે ઈમારતમાં ઘુસતી વખતે સીસીટીવી કેમેરામાં કેદ થયા વિના આરોપી મોહમ્મદ હુમલો કરે છે.

આ પણ વાંચો: મસ્કુલર બાબા/ સનાતન ધર્મ અપનાવવા માટે નોકરી ત્યજી, ભગવાન પરશુરામ સાથે સરખામણી

Back to top button