ટ્રેન્ડિંગમનોરંજન

સૈફ અલી ખાન હોસ્પિટલમાં એડમિટઃ પત્ની કરીના કપૂર પણ હાજર

Text To Speech
  • સૈફની પત્ની અને અભિનેત્રી કરીના કપૂર પણ તેની સાથે હાજર છે. આ સમાચારે સૈફના ફેન્સને પરેશાન કરી દીધા છે. દરેક વ્યક્તિ એ જાણવા પરેશાન છે કે સૈફને આખરે શું થયું છે.

મુંબઈ, 22 જાન્યુઆરીઃ બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાનને આજે સવારે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અભિનેતા પર સર્જરી કરવામાં આવી છે. સૈફની પત્ની અને અભિનેત્રી કરીના કપૂર પણ તેની સાથે હાજર છે. આ સમાચારે સૈફના ફેન્સને પરેશાન કરી દીધા છે. દરેક વ્યક્તિ એ જાણવા પરેશાન છે કે સૈફને આખરે શું થયું છે.

સૈફ અલી ખાનને થયું ફ્રેક્ચર

મીડિયા રિપોર્ટ અનુસાર સૈફ અલી ખાનને ઘુંટણ અને ખભામાં ફ્રેક્ચર થયું છે અને તેમના ઘુંટણની સર્જરી કરવામાં આવી છે. સૈફ અલી ખાનને ઈજા કેવી રીતે પહોંચી તે અંગે કોઈ જાણકારી સામે આવી નથી. મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં સૈફ અલી ખાનની સર્જરી ચાલી રહી છે. હોસ્પિટલમાં સૈફ અલી સાથે કરીના કપૂર ખાન હાજર છે.

સૈફ અલી ખાન હોસ્પિટલમાં એડમિટઃ પત્ની કરીના કપૂર પણ હાજર hum dekhenge news

હાલમાં ચાલી રહ્યો છે દેવરા પ્રોજેક્ટ

સૈફ અલી ખાન હાલમાં સાઉથની ફિલ્મ ‘દેવરા’માં કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન બહિરાનું પાત્ર ભજવી રહ્યો છે. ફિલ્મમાં જુનિયર એનટીઆર લીડ રોલમાં જોવા મળશે. જબરદસ્ત એક્શનથી ભરપૂર આ ફિલ્મમાં જ્હાન્વી કપૂર પણ છે. ફિલ્મના શુટિંગ દરમિયાન સૈફ અલી ખાનને ઈજા થઈ હોવાની શક્યતા છે.

શુટિંગ દરમિયાન અનેક વાર ઈજા

સૈફ અલી ખાન શુટિંગ દરમિયાન ઘણી વાર ઈજા થઈ છે. વર્ષ 2016માં ફિલ્મ ‘રંગૂન’ના શૂટિંગ દરમિયાન સૈફ અલી ખાનને અંગૂઠામાં ઈજા થઈ હતી, ત્યાર પછી સર્જરી કરાવવી પડી હતી. ફિલ્મ ‘ક્યા કહેના’ના એક્શન સીનના શુટિંગ દરમિયાન સૈફ અલી ખાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. બાઇક પર સ્ટંટ કરતી વખતે સૈફ અલી ખાન લપસી ગયો હતો અને તેના માથામાં ઇજા થઇ હતી, જેથી ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં દાખલ રહેવું પડ્યું હતું.

આ પણ વાંચોઃ રામ લલ્લા પ્રાણ પ્રતિષ્ઠાઃ અમેરિકા, બ્રિટન, યુએઈ સહિત વિદેશી મીડિયાએ શું કહ્યું?

Back to top button