વર્લ્ડ

અલ કાયદાનો નવો વડો બન્યો સૈફ અલ અદલ : 9/11ના હુમલામાં ભજવી હતી મહત્ત્વની ભૂમિકા

Text To Speech

ભારત સહિત દુનિયાભરમાં આતંક મચાવનારા આતંકી સંગઠન અલ કાયદાએ તેના નવા વડાની પસંદગી કરી લીધી છે. અલ કાયદાએ ઈજિપ્તના ખૂંખાર આતંકી સૈફ અલ અદલને આતંકી સંગઠનનો વડો જાહેર કર્યો છે. મહત્વનું છે કે ગત વર્ષે જુલાઇમાં અમેરિકા દ્વારા કરાયેલા ડ્રોન હુમલામાં અલ કાયદાનો પૂર્વ વડો અલ જવાહિરી ઠાર મરાયો હતો. તેના બાદથી જ આ સંગઠનના નવા પ્રમુખ માટે શોધખોળ ચાલી રહી હતી. જે આજે પૂર્ણ થઈ છે.

પાંચ દાયકાથી અલ-કાયદા સાથે તેનો સંબંધ રહ્યો છે

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સોમવારે જારી કરવામાં આવેલા એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે અલ કાયદાએ તેના નવા વડાની પસંદગી કરી લીધી છે. તેનું નામ સૈફ અલ અદલ છે. તે ઈજિપ્તના સૈન્યનો પૂર્વ કર્નલ રહી ચૂક્યો છે. 1980ના દાયકાથી જ અલ-કાયદા સાથે તેનો સંબંધ રહ્યો છે.

આતંકીઓ અને હાઈજેકર્સને ટ્રેનિંગ આપી હતી

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના 9/11ના હુમલામાં પણ સૈફની ભૂમિકા રહી હતી. આ હુમલામા સામેલ આતંકીઓ અને હાઈજેકર્સને તેણે જ ટ્રેનિંગ આપી હતી. આતંકી વડો સૈફ અલ અદલ 62 વર્ષનો છે અને તેણે આતંકી સંગઠનની તાકાત વધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તે 2002-2003થી ઈરાનમાં આશ્રય લઈ રહ્યો છે અને ત્યાંથી જ તેના કામને અંજામ આપે છે. અત્યાર સુધી તે સેંકડો આતંકીઓને ટ્રેનિંગ આપી ચૂક્યો છે.

Back to top button