ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલપેરિસ ઓલિમ્પિક 2024સ્પોર્ટસ

ઓલિમ્પિકમાં ભારતના સૌથી યુવા રેફરી બનશે સાઈ અશોક, જુઓ કઈ ઈવેન્ટમાં સોંપાઈ જવાબદારી?

Text To Speech

પેરિસ, 27 જુલાઈ : પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતના 117 ખેલાડીઓની ટુકડી ઉપરાંત એક ભૂતપૂર્વ ભારતીય ખેલાડીને બોક્સિંગ ઈવેન્ટમાં સત્તાવાર જવાબદારી મળી છે. ભારતના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય બોક્સિંગ ખેલાડી સાઈ અશોક પેરિસ ઓલિમ્પિકમાં બોક્સિંગ ઈવેન્ટમાં રેફરીની ભૂમિકા ભજવતો જોવા મળશે. સાઈ અશોક ભારત તરફથી અધિકારી તરીકે ઓલિમ્પિકમાં ભાગ લેનાર સૌથી યુવા ભારતીય બનશે.

1904 પછી ઓલિમ્પિકમાં ચોથા ભારતીય રેફરી બન્યા

1904 પછી ઓલિમ્પિકના ઈતિહાસમાં સાઈ અશોક ચોથા ભારતીય હશે જેને રેફરીની જવાબદારી સોંપવામાં આવી છે. પુણેમાં મિલિટરી સ્પોર્ટ્સ ઈન્સ્ટિટ્યૂટમાં બોક્સિંગ એડમિનિસ્ટ્રેટર તરીકે કામ કરનાર સાઈ અશોક વર્લ્ડ મિલિટરી બોક્સિંગ કાઉન્સિલના પ્રમુખ બનનાર પણ પ્રથમ ભારતીય છે. તે ખેલાડી અને અધિકારી તરીકે વિશ્વ ચેમ્પિયનશિપ ઇવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ વ્યક્તિ છે.

આ પણ વાંચો : 125 કેદીઓ HIV પોઝીટીવ, 200 કેદીઓને સિફિલિસની બીમારી, જાણો કઈ જેલની છે આ સ્થિતિ?

ભારતને પેરિસ ઓલિમ્પિકમાં વધુ મેડલ જીતવાની આશા

આ વખતે ભારતમાંથી 117 ખેલાડીઓની ટીમ ભાગ લઈ રહી છે, જેમાંથી મોટાભાગના મેડલ જીતવાના દાવેદારોમાં સામેલ છે. આમાં સૌથી મોટું નામ નીરજ ચોપડાનું છે, જેણે જેવલિન થ્રો ઈવેન્ટમાં ભાગ લીધો હતો, જેણે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને દરેક તેની પાસેથી આ વખતે પણ એવા જ પ્રદર્શનની અપેક્ષા રાખી રહ્યા છે. પેરિસ ઓલિમ્પિક્સ આજે 26 જુલાઈથી શરૂ થઈ રહી છે, પરંતુ ભારતનું અભિયાન 25 જુલાઈથી જ શરૂ થઈ ગયું હતું. શૂટિંગમાં ભારતની પ્રથમ મેડલ ઈવેન્ટ આજે 27 જુલાઈએ યોજાઈ હતી.

શૂટિંગમાં ભારતીય ખેલાડીઓ ‘મેડલ’ માટે ‘નિશાન’ લગાવવાથી ચુક્યા

ઉલ્લેખનીય છે કે 10 મીટર એર રાઈફલ મિશ્રિત ટીમ ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ભારતને નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. આ ઈવેન્ટમાં ભાગ લઈ રહેલી બંને ભારતીય ટીમો મેડલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. અર્જુન બબુતા અને રમિતા જિંદાલની ભારતીય જોડી સાતમા ક્રમે રહી જયારે ઈલાવેનિલ અને સંદીપની જોડી 12મા સ્થાને રહી હતી.

આ પણ વાંચો : ડોડામાં સુરક્ષાદળો પર હુમલામાં સામેલ ત્રણ આતંકવાદીઓના સ્કેચ જાહેર, માહિતી આપનારને લાખોનું ઇનામ

Back to top button