કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

સાહિત્ય ગૌરવ પુરસ્કાર સન્માનિત જાણીતા લેખક મોહંમદ માંકડનું 94 વર્ષની વયે નિધન

Text To Speech

ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે માતબર પ્રદાન કરનાર વાર્તાકાર-નવલકથાકાર તેમજ ગુજરાત સાહિત્ય અકાદમીના સ્થાપક અધ્યક્ષ મોહંમદભાઈ માંકડનું નિધન થયુ છે. તેમણે 94 વર્ષની જૈફ વયે ગઈકાલે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી સાહિત્ય જગતમાં શોક વ્યાપી ગયો છે. લાંબા સમયની બીમારની સારવાર કારગત ન નિવડતા તેઓનું મોત નીપજ્યું છે.

Mohammad Mankad Hum Dekhenege
Mohammad Mankad Hum Dekhenege

પાળીયાદના વતની મોહંમદ માંકડ બોટાદમાં શિક્ષક તરીકે રહ્યા

સ્વ.મોહંમદ માંકડ મુળ બોટાદ જિલ્લાના પાળીયાદ (ત્યારે ભાવનગર) ના વતની હતા. તેમનો જન્મ 13, ફેબ્રુઆરી, 1928 ના રોજ થયો હતો. તેમણે બી.એ. સુધીનો અભ્યાસ કર્યા બાદ બોટાદ ખાતે શાળામાં શિક્ષક તરીકે સેવા આપી હતી. ત્યારબાદ તેઑ લેખ માટે સુરેન્દ્રનગર સ્થાઈ થયા હતા. 1982 થી 1992 સુધી તેઓએ ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ ચરમેન તરીકે સેવા આપી હતી. સાહિત્ય જગતમાં તેમણે નવલકથા, નવલિકા, નિબંધો, બાળકથાઓ વગેરેમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. ગુજરાતી સાહિત્યમાં મોહમ્મદ માંકડને યોગદાન બદલ સાહિત્ય ગૌરવ પુરસ્કાર 2018 થી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.

જાણીતી નવલકથા સહિતનું સાહિત્ય આપ્યું

મોહંમદ માંકડ દ્વારા કાયર, ધુમ્મસ, અજાણ્યાં બે જણ, ગ્રહણરાત્રિ, મોરપિચ્છના રંગ, વંચિતા, રાતવાસો, ખેલ, દંતકથા, મંદારવૃક્ષ નીચે સહીતની તેમની નવલકથાઑને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે. વધુમાં ઝાકળનાં મોતી, મનના મરોડ, વાતવાતમાં સહીતની નવલિકા સંગ્રહ પણ ખ્યાતનામ છે. પ્રેરણાત્મક નિબંધોમાં આજની ક્ષણ, કેલિડોસ્કોપ સુખ એટલે… સહીતના સાહિત્યો આપ્યા છે.

Back to top button