સહારાના વડા સુબ્રત રોયનું લાંબી માંદગી બાદ નિધન, મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ
સહારાના વડા સુબ્રત રોયનું મંગળવારે 75 વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું હતું. સુબ્રત રોયની અહીંની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેઓ લાંબા સમયથી બીમાર હતા. કંપનીએ એક નિવેદન જારી કરીને કહ્યું કે સહારા ગ્રુપના ચીફ સુબ્રત રોયનું મૃત્યુ કાર્ડિયોરેસ્પિરેટરી અરેસ્ટને કારણે થયું છે.
BREAKING: Subrata Roy, chairman of the Sahara Group, passes away aged 75 in Mumbai pic.twitter.com/RMiiiCuRpi
— Shiv Aroor (@ShivAroor) November 14, 2023
કંપનીએ વધુમાં જણાવ્યું કે 12 નવેમ્બરે તેમની તબિયત બગડતાં તેમને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 14 નવેમ્બરે રાત્રે 10:30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સહારા ગ્રુપના ચેરમેન રોયના પાર્થિવ દેહને લખનઉ લાવવામાં આવશે.
અખિલેશ યાદવે શું કહ્યું?
અખિલેશ યાદવે કહ્યું કે સુબ્રત રોય જીનું અવસાન ઉત્તર પ્રદેશ અને દેશ માટે એક ભાવનાત્મક ખોટ છે કારણ કે તેઓ એક ખૂબ જ સફળ ઉદ્યોગપતિ હોવાની સાથે-સાથે વિશાળ હૃદય ધરાવતા ખૂબ જ સંવેદનશીલ વ્યક્તિ પણ હતા જેમણે અસંખ્ય લોકોને મદદ કરી અને તેમનો આધાર બન્યા. હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ!
सहारा श्री सुब्रत रॉय जी का निधन उत्तर प्रदेश और देश के लिए भावात्मक क्षति हैं क्योंकि वो एक अति सफल व्यवसायी के साथ-साथ एक ऐसे अति संवेदनशील विशाल हृदयवाले व्यक्ति भी थे जिन्होंने अनगिनत लोगों की सहायता की उनका सहारा बने।
भावभीनी श्रद्धांजलि! pic.twitter.com/Gdhmy5mDs8
— Akhilesh Yadav (@yadavakhilesh) November 14, 2023
શિવપાલ યાદવે શું કહ્યું?
સમાજવાદી પાર્ટીએ સોશિયલ મીડિયા પર લખ્યું, “સહારા શ્રી સુબ્રત રોય સહારા જીનું નિધન, ખૂબ જ દુઃખદ. તેમની આત્માને શાંતિ મળે. શોકાતુર પરિવારના સભ્યોને આ અપાર દુ:ખ સહન કરવાની શક્તિ મળે. હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ!
सहाराश्री सुब्रत रॉय जी का निधन, अत्यंत दुःखद।
ईश्वर उनकी आत्मा को शांति दें।
शोकाकुल परिजनों को ये असीम दुःख सहने का संबल प्राप्त हो।
भावभीनी श्रद्धांजलि ! pic.twitter.com/QO6vAjriAv
— Samajwadi Party (@samajwadiparty) November 14, 2023
સમાજવાદી પાર્ટીના નેતા શિવપાલ યાદવે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, “સહરાશ્રી સુબ્રત રોય જીના નિધનના દુખદ સમાચાર મળ્યા છે. ભગવાન દિવંગતના આત્માને શાંતિ આપે અને શોકાતુર પરિવારને આ અપાર દુ:ખ સહન કરવાની શક્તિ આપે. હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ!”
કોણ છે સુબ્રત રોય?
સુબ્રત રોયનો જન્મ 10 જૂન 1948ના રોજ બિહારના અરરિયામાં થયો હતો. તેમનું પ્રારંભિક શિક્ષણ હોલી ચાઈલ્ડ સ્કૂલ, કોલકાતામાં થયું હતું. આ પછી તેણે યુપીના ગોરખપુરમાં મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો.
સુબ્રત રોયે 1978માં સહારા ઈન્ડિયા પરિવારની સ્થાપના કરી હતી.