ઉત્તર ગુજરાતગુજરાત

સાગરદાણ કૌભાંડ : મહેસાણાની સેશન્સ કોર્ટમાંથી વિપુલ ચૌધરીને આપી રાહત

Text To Speech

આજે મહેસાણાની સેશન્સ કોર્ટમાં વિપુલ ચૌધરીને રાહત મળી છે. ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી વિપુલ ચૌધરીને સાગરદાણ કૌભાંડ કેસમાં રાહત મળી છે. કોર્ટે વિપુલ ચૌધરીને થયેલી 7 વર્ષની સજા પર સ્ટે આપ્યો છે. આ સાથે સેશન્સ કોર્ટે તેમને રૂ.50,000ના જામીન પર મુક્ત કરવાનો પણ આદેશ આપ્યો છે. સાથે જ વિપુલ ચૌધરી સહિત તમામ 15 આરોપીઓને જામીન પર છોડવાનો કોર્ટે આદેશ આપ્યો હતો.

2014માં વિપુલ ચૌધરી સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ

મહારાષ્ટ્રમાં સાગરદાણ કૌભાંડ કેસમાં કુલ 22 આરોપીઓ છે. જે પૈકી ત્રણના મૃત્યુ થયા છે. 2013ના વર્ષમાં રૂ.22.50 કરોડનું સાગરદાણ મહારાષ્ટ્રમાં મોકલાવ્યું હતું. 2014માં વિપુલ ચૌધરી સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. સાગરદાણ કૌભાંડમાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 21 હજાર પાનાની ચાર્જશીટ દાખલ થઈ હતી. આ કેસના 19 આરોપી દોષિત સાબિત થયા હતા અને વિપુલ ચૌધરીને કોર્ટે સાત વર્ષની સજા ફટકારવામાં આવી હતી.

વિપુલ ચૌધરી-humdekhengenews

વિપુલ ચૌધરી પર પશુ આહાર કૌભાંડમાં સંડોવણીનો આક્ષેપ

મહત્વનું છે કે, રાજ્યમાં વિધાનસભા ચૂંટણીઓ પછી અમૂલ સાથે સંકળાયેલા એક કેસમાં જામીન પર બહાર આવેલા વિપુલ ચૌધરીને મહેસાણાની કોર્ટે વર્ષ 2013ના એક કેસમાં સાત વર્ષની સજા સંભળાવી હતી. આ કેસ દૂધસાગર ડેરી સાથે સંકળાયેલો હતો. વિપુલ ચૌધરી પર પશુ આહાર કૌભાંડમાં સંડોવણીનો આક્ષેપ હતો. કોર્ટે વિપુલ ચૌધરી સહિત 15 લોકોને દોષિત ઠેરવાત તેમને સાત વર્ષની સજા ફટકારી હતી. વિપુલ ચૌધરી વિરુદ્ધ વિશ્વાસ ભંગ, છેતરપિંડી, ચીટિંગ અને કાવતરાં સહિત ખોટા દસ્તાવેજો તૈયાર કરવાની સાથે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટમાં કેસ નોંધાયો હતો.

આ પણ વાંચો: ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રમાં સર્જાયેલી સ્થિતિનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

Back to top button