બીજું બાળક ન થઈ શકવાનું દુઃખ, રાની મુખર્જીએ કહ્યું આદિરાને સિબલિંગ ન આપી શકી!

- તાજેતરમાં રાની મુખર્જીએ તેના જીવન સાથે જોડાયેલા ઘણા રહસ્યો જાહેર કર્યા છે. તેણે પોતાના જીવનના કેટલાક એવા પાસાઓ વિશે પણ વાત કરી જેના વિશે લોકો ભાગ્યે જ જાણે છે.
22 માર્ચ, શુક્રવારઃ બોલિવૂડની સુંદર અભિનેત્રી રાની મુખર્જી વર્ષોથી ફિલ્મી પડદે રાજ કરી રહી છે. અભિનેત્રી 46 વર્ષની ઉંમરે પણ આકર્ષક લાગે છે. તાજેતરમાં રાની મુખર્જીએ તેના જીવન સાથે જોડાયેલા ઘણા રહસ્યો જાહેર કર્યા છે. તેણે પોતાના જીવનના કેટલાક એવા પાસાઓ વિશે પણ વાત કરી જેના વિશે લોકો ભાગ્યે જ જાણે છે. રાનીએ તેના ગર્ભપાતના દર્દ પરથી પણ પરદો ઉઠાવ્યો છે. તેણે કહ્યું કે સાત વર્ષ સુધી પ્રયાસ કર્યા પછી પણ તે પુત્રી આદિરાને ભાઈ-બહેન ન આપી શકી.
રાનીએ સહન કરી ગર્ભપાતની પીડા
એક ઈન્ટરવ્યુમાં રાની મુખર્જીએ જણાવ્યું કે ઘણા વર્ષો પહેલા તેણે ગર્ભપાતના દર્દમાંથી પસાર થવું પડ્યું હતું અને તે તેના માટે ઘણો મુશ્કેલ સમય હતો. તેણે કહ્યું કે, ‘મેં મારા બીજા બાળક માટે સાત વર્ષ સુધી સતત પ્રયાસ કર્યા હતા. મારી પુત્રી આદિરા હવે 8 વર્ષની થઈ ગઈ છે. તેના જન્મ પછી તરત જ મેં મારા બીજા બાળક માટે પ્રયાસ કરવાનું શરૂ કર્યું હતું. હું પ્રયત્ન કરતી રહી અને અંતે ગર્ભવતી થઈ, પણ પછી મેં તે બાળક ગુમાવી દીધું. મારે મિસકેરેજની યાતનામાંથી પસાર થવું પડ્યું.
મિસકેરેજ માટે આ બાબત રહી કારણભૂત
અભિનેત્રીએ કોવિડ દરમિયાન થયેલા ગર્ભપાત વિશે વાત કરી છે. તેણે કહ્યું કે તેના મિસકેરેજમાં ઉંમર એક મોટું પરિબળ છે. હજુ પણ તે આ દર્દમાંથી સંપૂર્ણપણે બહાર આવી શકી નથી. તે આવી સમસ્યાઓમાંથી બહાર આવવાનું શીખી રહી છે. રાનીએ વધુમાં કહ્યું કે, એ સ્પષ્ટ છે કે આ સમય મારા માટે આસાન નહોતો, તે કોઈ કસોટીથી ઓછો નહોતો. હું ટ્રોમામાં જતી રહી હતી. અભિનેત્રીએ કહ્યું કે, ‘હું હવે એ ઉંમરમાં નથી કે બીજા બાળકને જન્મ આપી શકું. આ મારા માટે દુઃખદ છે. હવે હું મારી દીકરીને કોઈ સિબ્લિંગ આપી શકું એમ નથી.
રાની આભાર માને છે
ગર્ભપાત વિશે વાત કરતાં રાનીએ કહ્યું, ‘મને ખરેખર દુઃખ થાય છે. અફસોસ અનુભવ્યા પછી પણ લાગે છે કે આપણી પાસે જે છે અને જે નથી તે માટે પણ આપણે હંમેશા આભારી રહેવું જોઈએ. તમારી પાસે જે છે તેનાથી સંતુષ્ટ રહેતા શીખવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી છેલ્લે ‘નોર્વે વર્સીસ મિસિસ ચેટર્જી’માં જોવા મળી હતી. અભિનેત્રી વર્ષ 2015માં માતા બની હતી. તે પોતાની દીકરીને લાઈમલાઈટથી સંપૂર્ણપણે દૂર રાખે છે.
આ પણ વાંચોઃ કૃતિ ખરબંદા-પુલકિત સમ્રાટે સંગીત પાર્ટીમાં કરી ખૂબ મસ્તી, ફોટોઝ વાયરલ