મનોરંજન

જુનિયર NTR ના ઘરમાં દુ:ખના વાદળો,પિતરાઈ ભાઈ નંદામુરી તારકા રત્નનું નિધન

નંદામુરી તારકા રત્ન મૃત્યુ: જુનિયર NTR ના પિતરાઈ ભાઈ અને અભિનેતા-રાજકારણી નંદામુરી તારકા રત્નનું શનિવારે ના રોજ નિધન થયું. તેમને બેંગ્લોરની નારાયણ હૃદયાલય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : કંગના રનૌતે લગ્નની શુભેચ્છા પાઠવી તો સ્વરા ભાસ્કરે આપ્યો કંઈક આવો જવાબ !

જુનિયર NTRના પિતરાઈ ભાઈ અને અભિનેતા-રાજકારણી નંદમુરી તારકા રત્નનું શનિવારના રોજ નિધન થયું. તેમને બેંગ્લોરની નારાયણ હૃદયાલય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના આકસ્મિક નિધનના સમાચારથી બઘા સ્તબ્ધ થઈ ગયા અને ટોલીવુડની ઘણી હસ્તીઓ અને રાજકીય હસ્તીઓ શોક વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી.

મેગાસ્ટાર ચિરંજીવી કોનિડેલાએ ટ્વિટર પર લખ્યું, “# નંદમુરી તારક રત્ન, આવા તેજસ્વી, પ્રતિભાશાળી, પ્રેમાળ યુવાનના દુ: ખદ અકાળ અવસાન વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું.. ખૂબ જલ્દી ચાલ્યા ગયા! પરિવારના તમામ સભ્યો અને ચાહકો માટે હૃદયપૂર્વક સંવેદના! આત્માને શાંતિ મળે.”

મહેશ બાબુએ ટ્વિટર પર શોક વ્યક્ત કરતા લખ્યું, “તારક રત્નના અકાળે અવસાનથી આઘાત અને દુઃખ લાગ્યુ. ભાઈ બહુ જલ્દી ચાલ્યા ગયા… મારી પ્રાર્થનાઓ આ દુઃખની ઘડીમાં પરિવાર અને પ્રિયજનો સાથે છે.”

સાંઈ ધરમ તેજે ટ્વીટ કર્યું, “તારક રત્ન અણ્ણાના નિધનથી આઘાત લાગ્યો છે. બહુ જલ્ ચાલ્યા ગયા. તેમના પરિવાર પ્રત્યે સંવેદના અને શક્તિ. તેમની આત્માને શાંતિ મળે. ઓમ શાંતિ.”

અલ્લુ અર્જુને લખ્યું, “તારક રત્ન ગારુના નિધન વિશે જાણીને હૃદય તૂટી ગયું. બહુ જલ્દી ચાલ્યા ગયા. તેમના પરિવાર, મિત્રો અને ચાહકો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. તેમની આત્માને શાંતિ મળે.”

લોકસભા સાંસદ રઘુ રામા કૃષ્ણ રાજુએ તારકાની એક તસવીર શેર કરી અને લખ્યું, “#નંદમુરી તારક રત્નાના નિધનથી ખૂબ જ દુ:ખ થયું છે. બહુ જલ્દી ચાલ્યા ગયા. તેમના પરિવારના તમામ સભ્યો અને મિત્રો પ્રત્યે મારી દિલથી સંવેદના. તેમની આત્માને શાંતિ મળે.”

આ પણ વાંચો :નોકરીનો સ્ટ્રેસ સહન ન થતાં AMCના અધિકારી થયા ગુમ, ચિઠ્ઠીમાં લખ્યું સોરી….

તેલંગાણાના ધારાસભ્ય હરીશ રાવ થેન્નેરુએ ટ્વીટ કર્યું, “અભિનેતા નંદામુરી તારક રત્નના નિધન વિશે જાણીને ખૂબ દુઃખ થયું. આ દુઃખની ઘડીમાં તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના. તેમની આત્માને શાંતિ મળે. ઓમ શાંતિ.”

રેલીમાં હાર્ટ એટેક આવ્યો હતો

તારક રત્ના નંદમુરી તારક રામારાવ ઉર્ફે એનટીઆરના પૌત્ર છે. તેઓ અમરાવતીમાં તેમના કામ અને 9 કલાક નામની વેબ સિરીઝ માટે પ્રખ્યાત બન્યા હતા. 27 જાન્યુઆરીએ તેણે નારા લોકેશની યુવાગલમ પદયાત્રામાં ભાગ લીધો હતો. તેણે કુપ્પમની એક મસ્જિદમાં નમાજ અદા કરી અને મસ્જિદમાંથી બહાર આવ્યા બાદ તે પડી ગયો. તેલુગુ દેશમ પાર્ટીના કાર્યકરો તેમને હોસ્પિટલ લઈ ગયા અને પ્રાથમિક સારવાર આપી. ત્યારથી તારક લાઇફ સપોર્ટ પર હતા અને તેમણે 18 ફેબ્રુઆરીએ અંતિમ શ્વાસ લીધા હતા.

Back to top button