બાયડ તાલુકામાં મહિલા મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત ‘સાડીવોકેથોન’ યોજાઈ
- અરવલ્લી જિલ્લામાં લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો મતદાન કરી સહભાગી બનેતે માટે મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું
- અરવલ્લીનો વટ વચન અને વોટ, દસ મિનિટ દેશ માટે લોકસભા ચૂંટણીમાં મતદાન માટે
બાયડ, 27 એપ્રિલઃ અરવલ્લી-લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં તા.૭મી મેના રોજ મતદાન થનાર છે ત્યારે જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉમેળકાભેર સહભાગી થાય અને મુક્ત મને મતદાન કરી શકે તેવા સક્રિય પ્રયાસો અરવલ્લી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ ઓફિસર દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ થઇ રહ્યા છે. અરવલ્લી જિલ્લાના તાલુકાઓમાં વિવિધ મતદાન જાગૃતિ અભિયાન થકી અનેક પ્રકારના સક્રિય પ્રયાસો થઈ રહ્યા છે. જેમાં ઉત્સાહથી નાગરિકો સહભાગી થઈ રહ્યા છે.
અરવલ્લીમાં મતદાન જાગૃતિ અંતગર્ત આજે બાયડ તાલુકામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકની ઉપસ્થિતિમાં મહિલા મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતગર્ત ‘સાડીવોકેથોન’ યોજાઈ, જેમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ મહિલાઓને સંબોધન કરતા મતદાન અને મતનું મહત્ત્વ કેટલું છે તે જણાવ્યું. અરવલ્લી જિલ્લાની દરેક મહિલા ૭મી તારીખે મતદાન કરવા બહાર નીકળે અને અચૂક મતદાન કરે તેવી અપીલ કરી હતી. સાથે તેમણે મતદાન આપણો અધિકાર છે અને અચૂક મતદાન કરીએ તેવી અપીલ કરી, અને આપણી સાથે આપણા પરિવાર અને ફળિયાના લોકો અને બહેનોને સાથે લઇ જઈને મતદાન કરાવીએ અને આપણા મતનો ઉપયોગ કરીએ. આપણા જિલ્લામાં ૧૦૦% મતદાન થાય તેવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અનેક પ્રકારના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. તમે તમામ સહભાગી થાઓ અને મતદાન અચૂક કરો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓએ વિવિધ મનોરંજન પ્રવૃત્તિમાં પણ ભાગ લીધો હતો. ભાગ લેનાર બહેનોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી પ્રોબેશનર IAS, પ્રોબેશનર IPS, પ્રાંત અધિકારી બાયડ, પુરવઠા અધિકારી, સ્વિપ નોડલ અધિકારી તથા અન્ય અધિકારીઓ જોડાયા હતા.
આ પણ વાંચોઃ નવોઢાએ મતદાન કર્યા વિના સાસરે જવાનો કર્યો ઈનકારઃ જાણો બીજા તબક્કાના મતદાનના રસપ્રદ કિસ્સા