ટોપ ન્યૂઝનેશનલ

જમ્મુ-શ્રીનગર હાઈવે પર દુઃખદ માર્ગ અકસ્માત, વૈષ્ણોદેવી જતી બસ ખીણમાં પડી, 7થી વધુના મોત

Text To Speech

જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર ગંભીર અકસ્માતની ઘટના  સામે આવી છે. અમૃતસરથી વૈષ્ણોદેવી જઈ રહેલી બસ ખાઈમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં 7 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આશંકા છે કે મૃત્યુઆંક વધી શકે છે. આમાં ઘણા લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર અકસ્માત

જમ્મુ-શ્રીનગર હાઈવે પર આજે સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત થયો છે. જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર ઝજ્જર કોટલી પાસે મુસાફરોથી ભરેલી બસ ખીણમાં પડી હતી. બસ વૈષ્ણોદેવીના દર્શન કરવા મુસાફરોને લઈને અમૃતસરથી કટરા જઈ રહી હતી. આ અકસ્માતમાં 7 મુસાફરોના મોત નીપજ્યા હતા. જ્યારે 12થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. સ્થાનિક લોકોની મદદથી રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

બસમાં કુલ 75 મુસાફરો હતા

મળતી માહિતી મુજબ સમાં કુલ 75 મુસાફરો હતા, આ બસ અમૃતસરથી કટરા તરફ જઈ રહી હતી. દરમિયાન તે ઉંડી ખાઈમાં પડી ગયો હતો. આ અકસ્માતમાં 20 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

બસ નીચે ફસાયેલા લોકોને કાઢવા ક્રેન બોલાવી

અકસ્માત અંગે સીઆરપીએફના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ અશોક ચૌધરીએ જણાવ્યું કે પોલીસ અને અન્ય ટીમો અહીં આવી ગઈ છે. એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી, જેમાં ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા. મૃતદેહોને પણ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. બસની નીચે કોઈ ફસાયું છે કે કેમ તે જોવા માટે અહીં ક્રેન બોલાવવામાં આવી છે.

તમાામ મુસાફરો બિહારના હોવાની વિગતો

CRFએ જણાવ્યું કે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. અમને કહેવામાં આવ્યું છે કે બસ અમૃતસરથી આવી રહી હતી. બસમાં બિહારના લોકો મુસાફરી કરી રહ્યા હતા. કદાચ આ લોકો કટરા જતા રસ્તામાં ખોવાઈ ગયા હતા.

આ પણ વાંચો : રાજકોટમાં લિફ્ટમાં ફસાયેલી પુત્રીને કાઢવા જતાં માતા ત્રીજા માળેથી પટકાતા મોત

Back to top button