ગુજરાતમધ્ય ગુજરાત

વૈષ્ણવ સંપ્રદાય માટે દુ:ખદ સમાચાર, વૈષ્ણવચાર્ય વ્રજેશ કુમાર મહારાજનું નિધન

Text To Speech

વડોદરાના વૈષ્ણવચાર્ય વ્રજેશ કુમાર મહારાજનું નિધન થયું છે. તેઓ ઘણા લાંબા સમયથી બિમાર હતા જે બાદ આજે સવારે 11.45એ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. વૈષ્ણવાચાર્ય વ્રજેશકુમારના નિધનના સમાચાર મળતા વૈષ્ણવ સંપ્રદાયમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. વૈષ્ણવચાર્ય વ્રજેશ કુમાર મહારાજના નિધન પર પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સહિત અનેક દિગ્ગજોએ શોકની લાગણી વ્યક્ત કરી છે.

નાદુરસ્ત તબિયતને કારણે હોસ્પિટલમાં હતા દાખલ

વૈષ્ણવાચાર્ય વ્રજેશકુમારની નાદુરસ્ત તબિયતને કારણે 13 ફેબ્રુઆરીએ હોસ્પિટલમા દાખલ થયા હતા. તેમણે આખા શરીરમાં ઇન્ફેકશન હતું તેમજ કિડની પણ તકલીફ હતી. તેઓએ આજે સવારે 11.45એ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. અને તેમની નિધનનું કારણ મલ્ટીઓર્ગન ફેલ્યોર જણાવવમાં આવી રહ્યું છે.

વ્રજેશ કુમાર મહારાજ-humdekhengenews

જાણો કોણ હતા વૈષ્ણવાચાર્ય વ્રજેશકુમાર

વ્રજેશ કુમાર વૈષ્ણવ સંપ્રદાય તૃતીયા પીઠાધિશ્વર હતા. તેમજ વ્રજેશ કુમાર ચાર વેદ, સંસ્કૃત વ્યાકરણ સહિત પુષ્ટિમાર્ગના વિદ્વાન હતા. તેમણે કાંકરોલી પુષ્ટિમાર્ગ માટે ચારસો જેટલા સ્ત્રોતની રચના કરી છે. તેમજ 2009માં ભારત સરકારે બ્રમર્ષિ એવોર્ડથી સન્માનીત કર્યા હતા.

આ પણ વાંચો : બોક્સ ઓફિસ પર ‘સેલ્ફી’ ની ખરાબ હાલત, ફિલ્મ ફ્લોપ થવાનું અક્ષય કુમારે જણાવ્યું આ કારણ

Back to top button