સમગ્ર ગુજરાતભરમાં હાલ CNGથી ચાલતા વાહનોની સાંખ્યમાં છેલ્લા ઘણા વર્ષોથી ખાસ્સો વધારો થયો છે અને આજકાલ તેનું ચલણ પણ વધી રહ્યું છે ત્યારે ગુજરાત CNG ફેડરેશન દ્વારા આગામી 3 માર્ચથી અચોક્કસ મુદતની હડતાલની ઘોષણા કરવામાં આવી છે.
આ પણ વાંચો : દક્ષિણ ગુજરાત : CNG પંપની હડતાલથી રિક્ષા ચાલકોને હાલાકી
મળતી માહિતી મુજબ CNG ફેડરેશન ઓફ ગુજરાતની આજરોજ CNG ડીલર્સ માર્જિનને લઈને એક બેઠક મળી હતી જેમાં છેલ્લા 55 મહિનાથી દિલર્સનું માર્જિન ન વધતાં અનેક વાર લેખિત અને અન્ય રીતે રજૂઆતો કરવામાં આવી હતી છતાં પણ કોઈપણ એક્શન ન લેવાતા આજરોજ સર્વાનુમતે ડીલર્સ દ્વારા આગામી 3 માર્ચ 2023 થી અચોક્કસ મુદત માટે રાજ્યવ્યાપી CNG પંપ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં CNGનો ઉપયોગ રિક્ષા ચાલકો થી લઈને મોટા વાહન ચાલકો આજકાલ CNGના આદિ થયા છે ત્યારે આવી હડતાલની જાહેરાત થતાં રિક્ષા ચાલકો સૌથી મોટી હેરંગતિનો સામનો કરવો પડશે. હડતાલના આગલા દિવસે મોદી રાત સુધી ફરી એકવાર લાંબી લાઈનો જોવા મળે તો નવાઈ નહિ. આ અગાઉ દક્ષિણ ગુજરાતના ડીલર્સ આ માટે હડતાલ કરી ચૂક્યા છે.