દુઃખદ ઘટના : પાંડેસરાના કારખાનામાં કામ કરતા કર્મચારીને વીજ કરંટ લાગતા કમકમાટી ભર્યું મોત
સુરતનાં પાંડેસરાના બમરોલી વિસ્તારમાં કરંટ લાગવાને કારણે આશાસ્પદ યુવકનું મોત નિજ્યું છે. પાંડેસરા વિસ્તારમાં લુમ્સના કારખાનામાં કામ કરતા એક યુવકને ઈલેક્ટ્રીક બોર્ડની સ્વીચ પાડવા જતા કરંટ લાગ્યો હતો. જેથી આ યુવકનું ત્યા જ મોત થયું હતું.
કારખાનામાં કામદારને લાગ્યો વીજ કરંટ
મળતી માહિતી મુજબ સુરતના પાંડેસરામાં કારખાનામાં કામ કરી રહેલા કામદારનુ વીજ કરંટ લાગવાને કારણે મોત નિપજ્યું છે. પાંડેસરાના શિવજી નગરની રહેવાસી દીપક વસંત પાટીલ બમરોલી વિસ્તારમાં આવેલ ક્રિષ્ણા ઇન્ડસ્ટ્રીયલના પ્લોટ નંબર 85/86 મા લુમ્સના કારખાનામાં કામ કરી રહ્યો હતો. આ દરમિયાન તે ઈલેક્ટ્રીક બોર્ડની સ્વીચ પાડવા જતા તેને જોરદાર કરંટ લાગ્યો હતો. જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
ઘટનાના CCTV આવ્યા સામે
કારખાનમાં વીજ કરંટની આ ઘટના ત્યા રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેમાં જોઈ શકાય છે કે કારખામનામ કામ કરતો આ યુવક ઈલેક્ટ્રીક બોર્ડની સ્વીચ પાડવા જાય છે. આ દરમિયાન તે ઇલેક્ટ્રીક બોર્ડ પાસે દિપકના હાથમાં રહેલ બીમ છુટ્ટો કરવાનો તાર અડી જતા તેને કરંટ લાગે છે. આ જોઈને કારખાનામા કામ કરી રહેલા અન્ય કારીગરો દોડી આવે છે. અને ઈલેક્ટ્રીક બોર્ડની સ્વીચ બંધ કરી યુવકને બચાવવાની કોશિશ કરે છે. પરંતુ તેને બચાવી શકાતો નથી.
પોલીસે હાથ ધરી તપાસ
કરંટ લાગવાને કારણે 28 વર્ષીય યુવકનું ઘટના સ્થળે જ યુવકનું મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ યુવકના પરિવારને થતા તેઓ તાત્કાલિક સ્થળે દોડી આવ્યા હતા.સમગ્ર મામલે પાંડેસરા પોલીસ જાણ કરી હતી. જેથી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને આ મામલે પોલીસે સીસીટીવી ના આધારે વધુ તપાસ શરૂ કરી છે.
ઇલેક્ટ્રીક વાયર ખુલ્લા હોવાથી લાગ્યો કરંટ
મૃતક યુવકના સંબંધી રાજુ પાટીલના જણાવ્યા મુજબ યુવક લુમ્સ ખાતામાં કામ કરતો હતો. અહી ઇલેક્ટ્રીક વાયર ખુલ્લા હોવાથી તેના હાથમાં રહેલ બીમ છુટ્ટા કરવાનો તાર હતો તે વીજળીના ખુલ્લ તારને અટકી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો : આબુરોડ પર ગમખ્વાર અકસ્માત, તુફાન-ટ્રેલર અથડાતા 4 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત