ટ્રેન્ડિંગનેશનલ

બલિદાન દિવસ : ગાંધીજીની હત્યાનું કાવતરું કેવી રીતે ઘડાયું અને કોણ તેમાં સામેલ હતા ?

30 જાન્યુઆરી એટલે કે આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ છે જેને ‘બલિદાન દિવસ’ તરીકે પણ યાદ કરવામાં આવે છે. આજના દિવસે મહાત્માગાંધીજીને ગોળી મારીને હત્યા કરી દેવામા આવી હતી. જેની યાદમાં આપણે આજે બલિદાન દિવસ તરીકે યાદ કરીએ છીએ. ત્યારે ગાંધીજીની હત્યા કેવી રીતે કરવામાં આવી હતી. અને તેમાં કોણ કોણ સામેલ હતા તે વિશે સમગ્ર માહીતી અમે તમને આપીશું.

બલિદાન દિવસ-humdekhengenews

30 જાન્યુઆરી 1948 ના રોજ શું થયું હતું ?

આ દિવસે ગાંધીજી બિરલા હાઉસ ખાતેના તેમના રૂમમાં સરદાર પટેલ સાથે ચર્ચા કરી રહ્યા હતા. અને તેમની ઓઆ ચર્ચાને લીધે ગાંધીજીને પ્રાર્થનાસભામાં પહોંચવામાં મોડું થયું હતું. ગાંધીજીને આવતા જોઈ ટોળાએ તેમનું અભિવાદન કરવાનું શરૂ કર્યું. આ ટોળાની વચ્ચે જ નાથુરામ ગોડસે રિવોલ્વર લઈને ઊભો હતો. અને ગાંધીજીને નજીક આવતા જોઈને નાથુરામ ગોડસે ભીડમાંથી બહાર આવ્યો અને બંને હથેળીઓ વચ્ચે રિવોલ્વર છુપાવીને ગાંધીજીને પ્રણામ કર્યા અને પછી છાતી પર એક પછી એક ત્રણ ગોળીઓ ચલાવી હતી. ગાંધીજીના મોઢામાંથી ‘હે રામ…’ નીકળ્યું અને તેઓ જમીન પર પડ્યા. અને કેટલાક લોકો દ્વારા ગાંધીજીને ઝડપથી રૂમમાં લાવવામાં આવ્યા, પરંતુ તેઓ તે પહેલા જ ગુજરી ચૂક્યા હતા. ગાંધીજીની હત્યા કરનાર નાથુરામ ગોડસે એ જ સમયે પોલીસના હાથે ઝડપાઈ પણ ગયો હતો. અને ઉશ્કેરાયેલ ટોળાએ ગાડસેના માથા પર લાકડીઓ પણ મારી હતી. ગોડસે કહેતો હતો, ‘મારે જે કરવું હતું તે કર્યું’.

બલિદાન દિવસ-humdekhengenews

ગાંધીજીની હત્યાનું કાવતરુ પહેલા પણ ઘડાયું હતું

30 જાન્યુઆરી 1948ના રોજ ગાંધીજીની હત્યા કરવામાં આવી હતી. પરંતુ આઝાદીના થોડા મહિના પછી જ ગાંધીજીની હત્યાનું કાવતરુ ઘડવામાં આવ્યું હતું. ગાંધીજીની 20 જાન્યુઆરીએ હત્યા કરવાનું આયોજન કરવામં આવ્યું હતું. પરંતુ તે દિવસે હત્યારા તેમાં સફળ થયા ન હતા.

બલિદાન દિવસ-humdekhengenews

ગાંધીની હત્યામાં આટલા લોકો સામેલ

10 ફેબ્રુઆરી 1949ના રોજ લાલ કિલ્લામાં ચાલી રહેલી અદાલતે ગાંધી હત્યા પર પોતાનો ચુકાદો આપ્યો હતો. ગાંધીજીની હત્યાના કાવતરામાં ગોડસે સિવાય પણ અન્ય 9 લોકો સામેલ હતા. આ હત્યામાં નાથુરામ ગોડસે, નારાયણ આપ્ટે, ​​ગોપાલ ગોડસે, વિષ્ણુ કરકરે, મદનલાલ પાહવા, દત્તાત્રેય પરચુરે, દિગંબર બેજ અને તેમના સેવક શંકર કિસ્તૈયા હતા. વિનાયક દામોદર સાવરકર પણ આરોપી હતા. જજ આત્માચરણે તેમાંથી આઠ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા.

બલિદાન દિવસ-humdekhengenews

આરોપીઓને આ સજા ફટકારવામાં આવી હતી

અદાલતે નાથુરામ ગોડસે અને નારાયણ આપ્ટેને ફાંસીની સજા ફટકારી હતી. જ્યારે ગોપાલ ગોડસે, વિષ્ણુ કરકરે, મદનલાલ પાહવા, દત્તાત્રેય પરચુરે, દિગંબર બેજ અને શંકર કિસ્તૈયાને આજીવન કેદની સજા ફટકારી હતી. જ્યારે સાવરકરને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : આજે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ સ્થળોએ હિલ સ્ટેશન જેવો નજારો, ગાઢ ધુમ્મસથી લોકો પરેશાન

Back to top button