ટ્રેન્ડિંગમનોરંજનવીડિયો સ્ટોરીસ્પોર્ટસ

સચિન તેંડુલકરનું નામ આકાશમાં ગૂંજી ઊઠ્યું, જૂઓ વીડિયો

Text To Speech
  • ફ્લાઈટ ગેટ પર સચિનને જોઈને લોકોએ ‘સચિન, સચિન’ નારા લગાવ્યા
  • લોકોનો પ્રેમ જોઈ સચિને આભાર માન્યો

નવી દિલ્હી, 21 ફેબ્રુઆરી: સચિન તેંડુલકર જ્યારે કિક્રેટ રમવા મેદાનમાં પગ મુકતા ત્યારે મેદાનમાંથી માત્ર ‘સચિન’ના નામની જ બુમો સંભાળાતી હતી. સચિનની મેદાનમાં જેવી એન્ટ્રી પડતી કે તરત જ લોકો તેમને પૂરા ઉત્સાહથી આવકારતા હતા. આખા મેદાનમાં માત્ર તેમના નામના જ પડઘા સંભળાતા હતા. જો કે, આજ રીતે ફરી એકવાર સચિનનું નામ આકાશમાં પણ ગૂંજી ઊઠ્યું છે. ક્રિકેટના ભગવાન માનાતા સચિન તેંડુલકરે જ્યારે ફ્લાઈટના ગેટ પરથી એન્ટ્રી લીધી કે સચિનના નામના નારા લાગવા લાગ્યા હતા.

હાલમાં જ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં ફેન્સ ‘સચિન, સચિન’ના નારા લગાવતા જોવા મળે છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સચિન ફ્લાઈટ ગેટ પરથી એન્ટ્રી લઈ રહ્યો છે, તે જ સમયે ફેન્સ તેમના નામના નારા લગાવવા લાગે છે. પ્રેમ અને આદર જોઈને સચિન લોકોનો આભાર માને છે અને હાથ મિલાવીને બધાની શુભેચ્છાઓ સ્વીકારે છે. સચિનની નિવૃત્તિના વર્ષો પછી પણ આ ઘટના ક્રિકેટ ચાહકોની યાદો તાજી કરે છે.

અહીં જૂઓ વીડિયો:

 

સચિને લીધી કાશ્મીરની મુલાકાત

ઉલ્લેખનીય છે કે સચિન તેંડુલકરે તાજેતરમાં જ પહેલીવાર કાશ્મીરની મુલાકાત લીધી હતી અને પ્રકૃતિ સાથે થોડો સમય વિતાવ્યો હતો. તેઓ તેમના પરિવાર સાથે ત્યાં ફરવા ગયા હતા. સચિન શ્રીનગર-જમ્મુ હાઈવે પર ચારસુમાં બેટ બનાવવાની ફેક્ટરીમાં રોકાયા અને કામદારો સાથે પણ વાત કરી હતી. તેંડુલકરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના પરિવાર સાથેની આ મુલાકાતનો વીડિયો પણ શેર કર્યો છે.

જૂઓ વીડિયો:

 

આ પણ વાંચો: વીડિયો: જુનિયર કોહલી તોડશે પાપાના રેકોર્ડ…

Back to top button