ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરીસ્પોર્ટસ

‘લેડી ઝહીર ખાન’ 12 વર્ષની છોકરીની બોલિંગથી સચિન તેંડુલકર પ્રભાવિત, જૂઓ વીડિયો

  • લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર છોકરીની સરખામણી સચિન તેંડુલકરે ઝહીર ખાન સાથે કરી 

નવી દિલ્હી, 21 ડિસેમ્બર: રાજસ્થાનની 12 વર્ષની છોકરીની બોલિંગનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં આ છોકરી નેટમાં બોલિંગ કરતી જોવા મળે છે. મહાન બેટ્સમેન સચિન તેંડુલકર પણ આ વીડિયો જોઈને પ્રભાવિત થયા છે અને આ વીડિયો શેર કરીને છોકરીની પ્રશંસા કરી છે. પોસ્ટ કરતી વખતે તેમણે પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઝહીર ખાનને ટેગ કર્યો છે.

આ છોકરીનું નામ સુશીલા મીના છે અને તે લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર છે. આ છોકરીની બોલિંગ જોઈને સચિન તેંડુલકર આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેણે આ છોકરીની બોલિંગ એક્શનની સરખામણી ઝહીર ખાન સાથે કરી હતી. જો જોવામાં આવે તો સુશીલાની સ્ટાઈલ ઝહીર જેવી જ છે. ઝહીર જે રીતે જમ્પ લેતી વખતે પોતાના હાથને રોકતો હતો અને પછી બોલ પહોંચાડતો હતો, આ છોકરી પણ આ જ રીતે બોલિંગ કરી રહી છે. વીડિયોમાં સુશીલા શૂઝ વગર ખુલ્લા પગે બોલિંગ કરતી જોઈ શકાય છે.

જૂઓ આ વીડિયો

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

 

દિગ્ગજ ક્રિકેટરે x પર પોસ્ટ કર્યું

આ છોકરીનો વીડિયો પોસ્ટ કરતી વખતે સચિન તેંડુલકરે લખ્યું કે, “સ્મૂથ, એફર્ટલેસ  અને જોવામાં મજેદાર.  સુશીલા મીનાની એક્શનમાં તમારી ઝલક છે ઝહીર ખાન.” ઝહીર ખાન પણ આ વીડિયો પર ટિપ્પણી કરવાથી પોતાને રોકી શક્યો નહીં. સચિનની પોસ્ટને રીપોસ્ટ કરતાં તેમણે લખ્યું કે, “તમે આ મામલે બિલકુલ સાચા છો. હું તમારી સાથે અસહમત નથી થઈ શકતો. તેની એક્શન એકદમ સરળ અને અસરકારક છે. તેણીએ પહેલેથી જ ઘણી અપેક્ષાઓ જગાવી છે.”

સચિન તેંડુલકરને ટેલેન્ટની સમજ

દરેક વ્યક્તિ જે ક્રિકેટને સમજે છે તે જાણે છે કે, સચિન ટેલેન્ટની સારી સમજ ધરાવતા વ્યક્તિ છે. તે ટેલેન્ટને ખૂબ જ ઝડપથી ઓળખે છે. આ પહેલીવાર નથી જ્યારે સચિન તેંડુલકરે સ્થાનિક પ્રતિભાનો વીડિયો પોસ્ટ કર્યો હોય. આ પહેલા પણ તેમણે સોશિયલ મીડિયા પર જમ્મુ-કાશ્મીરના પેરા ક્રિકેટર આમિર હુસૈનની પણ જાહેરમાં પ્રશંસા કરી હતી. આમિર એક એવો ક્રિકેટર છે જેને હાથ નથી અને પગથી બોલિંગ કરે છે. આમિર તેની ગરદન અને ખભા વચ્ચે બેટ પકડીને બેટિંગ કરે છે. આ જોઈને સચિન આમિરના વખાણ કર્યા વગર રહી શક્યો નહીં.

આ પણ જૂઓ: શું ફરી ઑસ્ટ્રેલિયા જશે અશ્વિન? કોહલીને એમસીજીમાં રમવાનો વાયદો કર્યો

Back to top button