ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

હોળી પર ફુલ મૂડમાં જોવા મળ્યા સચિન તેંડુલકર, યુવરાજ સિંહના રુમમાં ઘૂસી તૂટી પડ્યા, ખેલાડીઓએ ખૂબ એન્જોય કર્યું

Text To Speech

રાયપુર, 15 માર્ચ 2025: હોળીનો તહેવાર આખા દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવ્યો. આ દરમ્યાન કેટલીય સેલિબ્રિટી પણ આ તહેવારોને ખૂબ એન્જોય કરતી જોવા મળી. જેમાં ક્રિકેટર્સ પણ બાકાત નથી. ત્યારે હવે ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંદુલકર ટીમ ઈંડિયાના ખેલાડીઓ સાથે હોળી રમતા જોવા મળ્યા હતા. જેના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

હોળીના દિવસે સચિન તેંડુલકર મોટી પિચકારી સાથે દેખાયા હતા. તેઓ હોળી રમવા માટે સૌથી પહેલા યુવરાજ સિંહના રુમમાં જાય છે, ત્યાર બાદ તેમણે ટીમના અન્ય ખેલાડીઓ સાથે પણ હોળી રમી હતી. સિચને વીડિયોમાં જણાવ્યું કે, પહેલા યુવરાજ સિંહના રુમમાં જઈ રહ્યા છીએ, ત્યાં તેમની સાથે હોળી રમીશું. યુવરાજ સિંહ ઉઠીને પોતાના રુમનો દરવાજો ખોલે છે, તો બધા મળીને તેના પર ખૂબ રંગ લગાવે છે. આ પ્રેન્કમાં સચિનની સાથે સૌરભ તિવારી, યૂસુફ પઠાણ અને રાહુલ શર્મા પણ તેમનો સાથ આપે છે.

સચિન તેંડુલકરે વીડિયોમાં કહ્યું કે, પાણીની ગન એકદમ લોડેડ છે. યુવરાજ સિંહ સાહેબના રુમમાં જઈ રહ્યા છીએ, કાલે રાતે બહુ છગ્ગા માર્યા. હવે અમે મારવા જઈ રહ્યા છીએ. આઈપીએલ 2025ની તૈયારીમાં જોડાયેલા ભારતીય ક્રિકેટર્સે પણ હોળી મનાવી હતી. પંજાબ કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓ પોત પોતાની ટીમ હોટલમાં જશ્ન મનાવ્યો હતો.

આ પણ વાંચો: ટીમ ઈંડિયાના ખેલાડીએ કર્યો મોટો ખુલાસો: ફોન પર ધમકીઓ મળી, બાઈક પર મારો પીછો કર્યો

Back to top button