સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનને મળ્યા નવા ચેરમેનઃ જાણો કોણ છે એ ડાયનેમિક અધિકારી?
અમદાવાદ, 28 જાન્યુઆરી, 2025: સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનની જવાબદારી એક સિનિયર ડાયનેમિક અધિકારીને સોંપવામાં આવી છે. આવા મહત્ત્વના કોર્પોરેશનના ચેરમેનપદે આઈ.પી. ગૌતમની નિમણૂક કરવામાં આવી છે.
આઈ.પી. ગૌતમ 1986ની બેચના નિવૃત્ત આઈએએસ અધિકારી છે. તેઓ સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનના ચેરમેન તરીકે બે વર્ષ માટે નિયુક્ત થયા છે. આ ડાયનેમિક અધિકારી 2013માં શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીપદેથી નિવૃત્ત થયા હતા. તેઓ અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.
સૌથી નોંધપાત્ર બાબત એ છે કે, સારબમતી રિવરફ્રન્ટના નિર્માણ દરમિયાન ગૌતમની સૌથી અગત્યની ભૂમિકા રહી હતી. આ ઉપરાંત કમિશનર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન કાંકરિયા લેકફ્રન્ટનો વિકાસ, બીઆરટીએસ ઉપરાંત શહેરમાં અનેક ઓવરબ્રિજની કામગીરી સફળતાપૂર્વક થઈ હતી.
અમદાવાદમાં ઉત્તમ કામગીરીના અનુભવને આધારે તેમને રાજ્યના શહેરી વિકાસ ખાતામાં સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એ રીતે તેમણે રાજ્યનાં અન્ય શહેરોના વિકાસમાં પણ નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી.
આઈપી ગૌતમે તેમની કારકિર્દીની શરૂઆત આવકવેરા વિભાગની ઈન્ડિય રેવન્યુ સર્વિસમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે કરી હતી અને ત્યારબાદ 1986માં IAS તરીકે જોડાયા હતા.
આ પણ વાંચોઃ શરિયા કાયદા વિરુદ્ધ મુસ્લિમ મહિલા પહોંચી સુપ્રીમ કોર્ટ, જાણો શું માંગ કરી
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD