ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં ફરી પ્રદૂષિત થશે સાબરમતી નદી, જાણો શું છે કારણ

  • 1 ઓગસ્ટ 2025થી સી.ઈ.ટી.પી.પ્લાન્ટ શરુ કરાયો હોવાની જાણ કરવામાં આવી
  • સાબરમતી નદી ફરી પ્રદૂષિત થશે તો જવાબદારી કોની.જી.પી.સી.બી.ની કે કોર્પોરેશનની?
  • કલોઝર નોટિસ આપવામા 700 થી વધુ એકમને તાળા વાગી ગયા હતા

અમદાવાદમાં બહેરામપુરા વોર્ડમાં કોર્પોરેશન દ્વારા બનાવાયેલા 30 લાખ લીટર પર ડે ક્ષમતા ધરાવતા કોમન એફલ્યુઅન્ટ પ્લાન્ટને શરુ કરવાને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર ઉંઘતુ ઝડપાયુ છે. આ પ્લાન્ટ દોઢ વર્ષથી બંધ છે. દરમિયાન ધી અમદાવાદ હેન્ડ સ્ક્રીન પ્રિન્ટીંગ એસોસિએશન તરફથી તેમના સભ્યોને 1 ઓગસ્ટ 2025થી સી.ઈ.ટી.પી.પ્લાન્ટ શરુ કરાયો હોવાની જાણ કરવામાં આવી છે.

આઉટસ્ટેન્ડિંગ કલીયર કરી એફલ્યુઅન્ટ વાલ્વ ખોલવા સુચના

આ ઉપરાંત એસોશિએશનના તમામ સભ્યોને તેમનુ આઉટસ્ટેન્ડિંગ કલીયર કરી એફલ્યુઅન્ટ વાલ્વ ખોલવા સુચના આપવામા આવી છે. એસોશિએશનના પ્રમુખના કહેવા મુજબ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તરફથી અમને મંજુરી અપાયા પછી તમામ સભ્યોને લેખિત જાણ કરાઈ છે. જયારે કોર્પોરેશન તરફથી પ્લાન્ટ શરુ કરવા મંજુરી અપાઈ નહીં હોવાનુ કહેવાયુ છે. આ પરિસ્થિતિમાં સાબરમતી નદી ફરી પ્રદૂષિત થશે તો જવાબદારી કોની.જી.પી.સી.બી.ની કે કોર્પોરેશનની? રુપિયા 112 કરોડના ખર્ચથી કોમન એફલ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વર્ષ-2022માં શરુ કરાયો હતો.

કલોઝર નોટિસ આપવામા 700 થી વધુ એકમને તાળા વાગી ગયા હતા

અમદાવાદના બહેરામપુરા, દાણીલીમડા વોર્ડ ઉપરાંત સિકંદર માર્કેટ, સુએઝ ફાર્મ સહીતના અન્ય વિસ્તારોમાં ધમધમતા 724 જેટલા હેન્ડ સ્ક્રીન એકમો દ્વારા ટ્રીટ કર્યા વગર સાબરમતી નદીમાં છોડવામા આવતા પ્રદૂષિત પાણીની સમસ્યાનો અંત લાવવા બહેરામપુરા વોર્ડમાં 30 લાખ લિટર પરડે ક્ષમતા ધરાવતો કોમન એફલ્યુઅન્ટ પ્લાન્ટ વર્ષ-2022માં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવ્યા પછી શરુ કરાયો હતો. આ પ્લાન્ટ શરુ કરાયા પછી છ મહીનામા જ વિવિધ એકમો દ્વારા વધુ પ્રમાણમાં તેમનુ એફલ્યુઅન્ટ છોડતા ગુજરાત હાઈકોર્ટ દ્વારા લાલ આંખ કરાતા પ્લાન્ટને બંધ કરવા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કલોઝર નોટિસ આપવામા 700 થી વધુ એકમને તાળા વાગી ગયા હતા.

મેમ્બરોને તેમનુ આઉટસ્ટેન્ડિંગ કલીયર કરી દેવા વિનંતી કરાઈ

દરમિયાન ધી અમદાવાદ હેન્ડ સ્ક્રીન પ્રિન્ટીંગ એસોસીએશનના પ્રમુખ યાસીન જાવરાવાલાની સહી સાથેનો એક પત્ર સોશિયલ મીડિયામા વાઈરલ થયો છે. આ પત્રમાં સભ્યો ઉપરાંત બાકીના મેમ્બરોને તેમનુ આઉટસ્ટેન્ડિંગ કલીયર કરી દેવા વિનંતી કરાઈ છે. જેથી ફેઝમાં ચાલુ કરવામા સમય ના બગડે. સભ્યોને તેમની બાકી રહેતી રકમ એસોસીએશનમાં જમા કરાવીને સર્ટિફિકેટ લેવા તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં એન.ઓ.સી.લેવાની કાર્યવાહી કરવા પણ કહેવામાં આવ્યુ છે.

આ પણ વાંચો: સુરત: આરોગ્ય વિભાગનો સપાટો, અયોગ્ય ખાધ સામગ્રી પર વેપારીઓના દંડની રકમ જાણી ચોંકી જશો

Back to top button