ગુજરાતયુટિલીટી

જો તમે પણ સૌરાષ્ટ્ર જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો જરા ટ્રેનનું શિડ્યુલ જાણી લેજો

રેલવે મુસાફરો માટે ખરાબ સમાચાર છે 1 થી 5 ફેબ્રુઆરી સુધી સાબરમતી-જોધપુર-સાબરમતી ટ્રેન રદ કરવામાં આવી છે. પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ પર જગુદણ-મહેસાણા સ્ટેશન વચ્ચે ડબલ લાઈન કાર્ય તેમજ મહેસાણા યાર્ડમાં રિમોડેલીંગનું કાર્યને લીધે સાબરમતી-જોધપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેનો રદ રહેશે. રાજકોટ ડિવિઝનમાં આવેલા બિલેશ્વર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે. જેના કારણે 2થી 12 ફેબ્રુઆરી, 2023 સુધી રેલ ટ્રાફિકને અસર થશે. જેમાં 8 ટ્રેન સંપૂર્ણ પણે રદ, 11 ટ્રેન આંશિક રદ રહેશે. 6 ટ્રેન રિશિડ્યૂલ કરાઈ છે અને 6 તેના નિયત સમય કરતા મોડી ઉપડશે, તેમ રેલવે દ્વારા જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો: બજેટ-2023 : નાણામંત્રી બજેટમાં ઉપયોગ કરશે આ શબ્દો, તમે તેનો અર્થ જાણી લો

1. ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ, તા. 01/02/2023 થી 05/02/2023
2. ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ તાત્કાલિક અસરથી તા. 04/02/2023 સુધી

આ પણ વાંચો : કેન્દ્રીય બજેટ-2023 : બજેટમાં મહિલાઓને વિશેષ ભેટ, જાણો શું મળ્યું ?

વડોદરા-જામનગર ઇન્ટરસિટી 3થી 11 ફેબ્રુઆરી, જામનગર-વડોદરા ઇન્ટરસિટી 4થી 12 ફેબ્રુઆરી, રાજકોટ-પોરબંદર અને પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ 7થી 11 ફેબ્રુઆરી, ઓખા-વેરાવળ એક્સપ્રેસ 6થી 11 ફેબ્રુઆરી, વેરાવળ-ઓખા એક્સપ્રેસ 7થી 12 ફેબ્રુઆરી, અમદાવાદ-ઓખા સ્પેશિયલ ટ્રેન 11 ફેબ્રુઆરી અને ઓખા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન 12 ફેબ્રુઆરીના રોજ સંપૂર્ણપણે રદ રહેશે. આ ઉપરાંત 11 ટ્રેન આંશિક રદ કરાઈ છે જેમાં ભાવનગર-ઓખા એક્સપ્રેસ 2થી 10 ફેબ્રુઆરી સુધી સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રદ રહેશે.

Western railways timetable

ઓખા-ભાવનગર એક્સપ્રેસ 3થી 11 ફેબ્રુઆરી ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે રદ રહેશે. મુંબઈ સેન્ટ્રલ-હાપા દૂરંતો એક્સપ્રેસ 2થી 10 ફેબ્રુઆરી સુરેન્દ્રનગર-હાપા વચ્ચે અને હાપા-મુંબઈ સેન્ટ્રલ દૂરંતો એક્સપ્રેસ 3થી 11 ફેબ્રુઆરી હાપા-સુરેન્દ્રનગર વચ્ચે રદ રહેશે. અમદાવાદ-વેરાવળ ઇન્ટરસિટી 3થી 11 ફેબ્રુઆરી સુરેન્દ્રનગર-વેરાવળ વચ્ચે રદ રહેશે. વેરાવળ-અમદાવાદ ઇન્ટરસિટી 3થી 11 ફેબ્રુઆરી સુધી વેરાવળ-સુરેન્દ્રનગર વચ્ચે રદ રહેશે. બાંદ્રા-જામનગર હમસફર 6થી 10 ફેબ્રુઆરી વાંકાનેર-જામનગર વચ્ચે રદ રહેશે.

આ પણ વાંચો : Budget 2023: બજેટમાં શું સસ્તું થયું અને શું મોઘું? જાણો કોને થશે કેટલો ફાયદો

​​​​​​​જામનગર-બાંદ્રા હમસફર 7થી 10 ફેબ્રુઆરી જામનગર-વાંકાનેર વચ્ચે રદ રહેશે. બાંદ્રા-વેરાવળ સૌરાષ્ટ્ર જનતા 6થી 10 ફેબ્રુઆરી સુરેન્દ્રનગર-વેરાવળ વચ્ચે રદ રહેશે. વેરાવળ-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા 7થી 11 ફેબ્રુઆરી વેરાવળ-સુરેન્દ્રનગર વચ્ચે રદ રહેશે. રેવા-રાજકોટ 6 ફેબ્રુઆરીએ વાંકાનેર-રાજકોટ વચ્ચે રદ રહેશે.

Back to top button