સાબરમતી એક્સપ્રેસ અકસ્માતઃ ગંભીર કાવતરાના પુરાવા મળ્યા, જૂઓ ફોટા
લખનઉ, 19 ઓગસ્ટ, 2024: વારાણસીથી અમદાવાદ જતી સાબરમતી એક્સપ્રેસ (19168) પાટા પરથી ઉતરી જવાની દુર્ઘટનાની તપાસ ચાલી રહી છે. આ તપાસ દરમિયાન જોકે ષડયંત્રની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થળ પરથી મળી આવેલા ટ્રેકના ટુકડા અને ક્લેમ્પ્સ પરથી ટ્રેન દુર્ઘટના પાછળ કોઈ ષડયંત્ર હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. એટીએસ (ત્રાસવાદ વિરોધી દળ) સહિત અનેક તપાસ એજન્સીઓ કાવતરાખોરોને શોધવામાં વ્યસ્ત છે.
ગયા અઠવાડિયે શુક્રવારે મોડી રાત્રે પંકી વિસ્તારમાં સાબરમતી એક્સપ્રેસ (19168) પાટા પરથી ઉતરી જવા પાછળ ષડયંત્ર હોવાની આશંકા છે. આવી સ્થિતિમાં એટીએસ, પોલીસ, આરપીએફ તેમજ અન્ય તપાસ એજન્સીઓ સક્રિય બની છે. ઘટનાની તપાસ માટે લગભગ બે હજાર લોકોના નિવેદન લેવામાં આવશે. મુસાફરો ઉપરાંત, તેમાં TTE, ગાર્ડ, વિક્રેતા, ક્રોસિંગના ગેટમેન વગેરેનો સમાવેશ થાય છે.
સાબરમતી એક્સપ્રેસ ગોવિંદપુરી સ્ટેશન થઈને ભીમસેન સ્ટેશન તરફ જઈ રહી હતી. પંકી વિસ્તારમાં સવારે લગભગ 2.30 વાગ્યે કોઈ વસ્તુ સાથે અથડાઈને ટ્રેનના એન્જિન સહિત તમામ 22 બોગી પાટા પરથી ઉતરી ગઈ હતી. નજીકમાં રેલનો ટુકડો અને ક્લેમ્પ પડેલો મળી આવ્યો હતો.
ફોરેન્સિક ટીમે આશંકા વ્યક્ત કરી હતી કે ટ્રેકનો આ ટુકડો ક્લેમ્પની મદદથી ટ્રેક સાથે બાંધવામાં આવ્યો હતો. ટ્રેનને પલટી મારવાનું કાવતરું હોવાની આશંકા છે. જોકે, તેમાં ચઢ્યા બાદ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. પંકી પોલીસે શનિવારની મોડી રાત્રે સિનિયર સેક્શન એન્જિનિયર મહેન્દ્ર પ્રતાપ સિંહ સિસોદિયાની ફરિયાદ પર અજાણ્યા વ્યક્તિઓ પર રિપોર્ટ પણ નોંધ્યો હતો.
પંકી પોલીસે શનિવાર સાંજથી રવિવારની બપોર વચ્ચે ઘટના સ્થળની નજીકના યુનિટની બહાર લગાવેલા સીસીટીવી કેમેરામાંથી ફૂટેજ મેળવ્યા છે. ફૂટેજના આધારે શકમંદોની શોધખોળ કરવામાં આવી રહી છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસ અધિકારીઓએ ટ્રેનના મુસાફરો સહિત સમગ્ર સ્ટાફના નિવેદન નોંધવાના નિર્દેશ આપ્યા છે.
આ પણ વાંચોઃ કસાઈ જેવા બંગાળીઓએ હવે ગર્ભવતી હાથણીને સળગાવી દીધીઃ જૂઓ વીડિયો