સાબરકાંઠા : IAS અધિકારી નીતિન સાંગવાનનુ અપહરણ કરી મારકૂટનો મામલો, ત્રણ આરોપીની ધરપકડ
સાબરકાંઠામાં IAS અધિકારી નીતિન સાંગવાનનું અપહરણ કરી માર કૂટ કરવામનો મામલો સામે આવ્યો હતો. ધરોઈ ડેમ નજીક આવેલા ગામમાં મત્સ્યોદ્યોગને લઈને ચાલતી ગેરરીતિની તપાસ કરવા ગયેલા IAS અધિકારીને કેટલાક જૂથ દ્વારા તેમનું અપહરણ કરીને તેમની સાથે મારઝૂડ કરવામાં આવી હતી. જે મામલે 12 લોકોના ટોળા સામે પોલીસે ફરિયાદ નોંધી હતી. જેમાંથી ત્રણ હુમલાખોરોની પોલીસે ધરપકડ કરી લીધી છે.
IAS અધિકારી પર હુમલો કરનાર ત્રણની ધરપકડ
સરકારના મત્સ્યોદ્યોગ પ્રોજેક્ટના નિયામક અને આઈએએસ અધિકારી નીતિન સાંગવાન પર સાબરકાંઠામાં હુમલો કરવામાં આવ્યો હતો. ધરોઈ ડેમ નજીક આવેલા એક ગામમાં મત્સ્યોદ્યોગને લઈને ચાલતી ગેરરીતિની તપાસ કરવા ગયા હતા. ત્યારે માછીમારીનો કોન્ટ્રાક્ટ ધરાવતાં લોકોના જૂથ દ્વારા તેમનું અપહરણ કરીને તેમની સાથે મારઝૂડ કરવામાં આવી હતી. આ મામલામાં 12 લોકોના ટોળા સામે પોલીસે ફરિયાદ નોંધી હતી. જેમાંથી ત્રણ આરોપીઓને આજે ઝડપી લેવામાં આવ્યા છે.
પોલીસે અન્ય આરોપીઓને પકડવા તપાસ શરુ કરી
જાણકારી મુજબ માછીમારીનો કોન્ટ્રાક્ટ ધરાવતાં બાબુ પરમાર નામના શખ્સે નીતિન સાંગવાન સાથે માથાકૂટ શરૂ કરી હતી . જે બાદ 10થી 12 લોકોના ટોળાએ નીતિન સાંગવાન સાથે મારકુટ કરી તેનુ અપહરણ કરી લીધુ હતું. આ હુમલામાં નીતિન સાંગવાનને ઈજા પહોંચી હતી. પોલીસે હુમલો કરનાર 12 લોકો સામે ફરિયાદ નોંધી છે. જેમાંથી પોલીસે દિલીપ પરમાર, નિલેશ ગમાર અને વિષ્ણુ ગમાર નામના ત્રણ લોકોની ધરપકડ કરી લીધી છે. અને અન્ય આરોપીઓને પકડવા માટે તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો : અનિરૂધ્ધસિંહ જાડેજા ફરી મેદાને! રાજકોટના વ્યક્તિને માનહાનિની નોટિસ ફટકારી