સાબરકાંઠા કલેકટરે જાહેર હિતાર્થે વિવિધ જાહેરનામા પ્રસિદ્ધ કર્યા
- હાઈવે પરના પેટ્રોલપંપ, હોટેલ ટોલ પ્લાઝા પર CCTV કેમેરા ફરજિયાત
- મજૂરી કામ કરતી મહિલા- સગીર બાળકોની માહિતી પોલીસને આપવી
- કોઇની દેખરેખ વગર બિનવારસી હાલતમાં કોઇ સામન મુકવો નહી
સાબરકાંઠા કલેકટરે જિલ્લામાં આંતકવાદ જેવી ઘટનાઓ ન ઘટે તથા સુલેહ શાંતિ જળવાઈ રહે તે આશયથી સત્તાની રૂએ તેમણે કેટલાક જાહેરનામા પ્રસિધ્ધ કર્યા છે. જેમાં સાયકલો તથા ટુ-વ્હીલર વાહનો પર સ્ફોટક પદાર્થો રાખી ભીડભાડવાળી જગ્યાઓમાં બોમ્બ બ્લાસ્ટ કરી આતંકવાદી, ત્રાસવાદી કૃત્યોને અંજામ અપાય છે. જેથી આવી કોઇ પણ હિંસાત્મક ઘટના ન બને તે માટે જાહેર જગ્યાઓ પર કોઇની દેખરેખ વગર બિનવારસી હાલતમાં કોઇ સામન મુકવો નહી.
આ પણ વાંચો: ગુજરાત: નાના ઉદ્યોગોને સરકારી પ્રોત્સાહનો છતાં એકમો માંદા પડયા
હાઈવે પરના પેટ્રોલપંપ, હોટેલ ટોલ પ્લાઝા પર CCTV કેમેરા ફરજિયાત
ઉપરાંત અસામાજિક તત્વો દ્વારા શ્રેણીબધ્ધ બોમ્બ ધડાકાઓ કરી જાનહાની કરી રાષ્ટ્રવિરોધી પ્રવૃતિઓ કરાય છે. આ પ્રકારની અસામાજિક ત્રાસવાદી પ્રવૃતિઓ કરવા વાહનો, હાઇવે પરની હોટલોનો ઉપયોગ કરતા હોય છે. આ પ્રકારની રાષ્ટ્રવિરોધી પ્રવૃતિઓ અટકે તે માટે હાઇવે પરના પેટ્રોલ પંપ, હોટલો, ટોલ પ્લાઝા તેમજ જિલ્લાની તમામ જાહેર જગ્યાએ સી.સી.ટી.વી. કેમેરા ફરજિયાત મૂકવાના રહેશે.
આ પણ વાંચો: વર્ષમાં ટર્નઓવર 5 કરોડથી વધ્યું તો કરવુ પડશે આ કામ
મજૂરી કામ કરતી મહિલા- સગીર બાળકોની માહિતી પોલીસને આપવી
સાથો સાથ કામકાજના સ્થળે કામ કરતી મહિલા અને સગીર બાળકોને પ્રાથમિક સુવિધા આપવા બાબતે પણ કોન્ટ્રાકટરો દ્વારા બાંધકામના સ્થળે પીવાના પાણી, વિજળી, શૌચાલય વગેરે પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાની રહેશે. સાબરકાંઠામાં માર્ગ અને મકાનના બાંધકામની જગ્યાઓ, ઈંટની ભઠ્ઠી, પથ્થરની ખાણો, ખાણ વગેરે સ્થળોએ કામ કરતાં મહિલા મજૂરો અને નાબાલિકા બાળકો માટે સંબંધિત મજૂર ઠેકેદારો(લેબર કોન્ટ્રાક્ટર) દ્વારા તેમની સંપૂર્ણ માહિતી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં મોકલવાની રહેશે.