ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ કપસ્પોર્ટસ

SA vs BAN: દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો કર્યો નિર્ણય

Text To Speech

WORLD CUP 2023: વર્લ્ડ કપ 2023 ની 23મી મેચ આજે મંગળવારે (24 ઓક્ટોબર) દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો વચ્ચે ટોસ ઉછાળવામાં આવ્યો છે. જેમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીત્યો છે, અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ મેચના ખેલાડીઓ:

દક્ષિણ આફ્રિકાની પ્લેઇંગ ઇલેવન: ક્વિન્ટન ડી કોક (W), રીઝા હેન્ડ્રીક્સ, રાસી વાન ડેર ડ્યુસેન, એઇડન માર્કરામ (C), હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેન્સેન, ગેરાલ્ડ કોએત્ઝી, કેશવ મહારાજ, કાગીસો રબાડા, લિઝાદ વિલિયમ્સ

બાંગ્લાદેશની પ્લેઇંગ ઇલેવન: તનઝીદ હસન, લિટન દાસ, નજમુલ હુસૈન શાંતો, શાકિબ અલ હસન (C), મેહિદી હસન મિરાઝ, મુશફિકુર રહીમ (W), મહમુદુલ્લાહ, નસુમ અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, શોરીફુલ ઈસ્લામ, હસન મહમુદ

કઈ ટીમે કેટલી મેચ જીતી ?

વાત કરીએ વર્લ્ડ કપ 2023ની તો આ વર્લ્ડ કપમાં બન્ને ટીમોએ ચાર ચાર મેચ રમી છે. જેમાં દક્ષિણ આફ્રિકાએ ચારમાંથી ત્રણમાં જીત મેળવી છે. જ્યારે બાંગ્લાદેશે ચાર મેચમાંથી માત્ર એક જ મેચમાં જીત મેળવી છે. આવી સ્થિતિમાં શાકિબ અલ હસનની ટીમ આજે મોટો અપસેટ સર્જવા માંગશે. જોકે દક્ષિણ આફ્રિકા જેવી ટીમ સામે તે આસાન નહીં.

પિચ રિપોર્ટ

મુંબઈના વાનખેડે સ્ટેડિયમની પીચ બેટ્સમેનો માટે યોગ્ય માનવામાં આવે છે. અહીં લક્ષ્યનો પીછો કરવો સરળ છે. જોકે, અહીં રમાયેલી છેલ્લી મેચમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમની જીત થઈ હતી. આ મેદાન પર પ્રથમ રમત રમીને દક્ષિણ આફ્રિકાએ ઈંગ્લેન્ડને 400 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

કોની ટીમ ભારે ?

વાત કરીએ આજની મેચની તો વર્લ્ડ કપની આજે 23મી મેચ છે. જે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. આમ જોવા જઈએ તો અત્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ વધારે ફોર્મમાં જોવા મળી રહી છે. અગાઉ પણ દક્ષિણ આફ્રિકાએ આ મેદાન પર ઈંગ્લેન્ડ સામે 399 રન બનાવ્યા હતા. જેથી આજની મેચ દક્ષિણ આફ્રિકા બાંગ્લાદેશ સામે સરળતાથી જીત મેળવી શકે છે.

આ પણ વાંચો: વિશ્વકપમાં ત્રીજો અપસેટ : ઇંગ્લેન્ડ બાદ પાકિસ્તાનને માત આપતું અફઘાનિસ્તાન

Back to top button