SA vs AFG: ‘ચોકર્સ’ શબ્દનો અર્થ શું થાય છે, સાઉથ આફ્રિકન ટીમ પર આ ટેગ કેવી રીતે લાગ્યો?
- ફાઈનલમાં સાઉથ આફ્રિકા સામે કોનો મુકાબલો થશે તે આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી સેમીફાઈનલ મેચ બાદ જ ખબર પડશે
નવી દિલ્હી, 27 જૂન: T20 વર્લ્ડ કપ 2024ની પ્રથમ સેમિફાઇનલમાં સાઉથ આફ્રિકાએ અફઘાનિસ્તાનને હરાવીને પ્રથમ વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ જીત સાથે સાઉથ આફ્રિકાએ પોતાના પર લાગેલો ‘ચોકર્સ’નો ટેગ પણ હટાવી દીધો છે. એડન માર્કરમ (Aiden Markram)ની કેપ્ટન્સીમાં સાઉથ આફ્રિકાએ ICC વર્લ્ડ કપ ફાઇનલમાં સ્થાન મેળવીને ઇતિહાસ રચ્યો છે. ત્રણ દાયકા બાદ સાઉથ આફ્રિકા ICC વર્લ્ડ કપ (ODI અને T20) ફાઈનલમાં પહોંચી ગયું છે. T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ 27 જૂને રમાશે. ફાઈનલમાં સાઉથ આફ્રિકા સામે કોનો મુકાબલો થશે તે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી સેમીફાઈનલ મેચ બાદ જ ખબર પડશે.
South Africa beat Afghanistan by 9 wickets to qualify for the Final of the 2024 T20 World Cup.
South Africa’s National Cricket Team, the Proteas have advanced to their first ICC T20 World Cup Final. pic.twitter.com/YMDioklbOY
— Africa Facts Zone (@AfricaFactsZone) June 27, 2024
સાઉથ આફ્રિકાને ICC વર્લ્ડ કપ સેમિફાઇનલ (ODI અને T20 બંને)માં સાત વખત હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાત નોકઆઉટ મેચોમાં સાઉથ આફ્રિકા પોતાની નર્વસનેસને કાબૂમાં રાખી શક્યું ન હતું અને જીતની નજીક આવ્યા બાદ તેને હારનો સામનો કરવો પડ્યો હતો. આ કારણે તે ક્રિકેટ જગતના ‘ચોકર્સ’ તરીકે ઓળખાવા લાગ્યા હતા.
‘ચોકર્સ’ શબ્દ ચોક પરથી આવ્યો છે
ચોકર્સ ટેગ ચોક શબ્દ પરથી ઉતરી આવ્યો છે. જેનો અર્થ થાય છે અટકી જવું. મહત્ત્વપૂર્ણ ક્ષણો પર અટકી જવું અથવા અટકવું. સાઉથ આફ્રિકા સાથે પણ આવું જ કઇંક થયું હતું. મોટી મેચોમાં તેમના પડી ભાંગવાને કારણે, આ દમદાર ટીમ ચોકર્સ તરીકે જાણીતી થઈ ગઈ હતી. સાઉથ આફ્રિકાની ટીમને 1999ના વર્લ્ડ કપની સેમિફાઇનલમાં હાર બાદ ચોકર્સ તરીકે ઓળખવામાં આવી હતી, પરંતુ આ ડાઘ મળવાની શરૂઆત 1992 અને 1996ના વર્લ્ડ કપમાં તેમની હાર બાદ થઈ હતી
સાઉથ આફ્રિકાએ પોતાના પર લાગેલો ચોકર્સનો ટેગ હટાવી દીધો
જો કે, અફઘાનિસ્તાન સામેની સેમીફાઈનલ જીતીને સાઉથ આફ્રિકાએ આ ટેગ પોતાના પરથી હટાવી દીધો છે. વર્લ્ડ કપના ઈતિહાસમાં સાઉથ આફ્રિકાએ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ત્રણ દાયકા બાદ સાઉથ આફ્રિકા ICC વર્લ્ડ કપ (ODI અને T20) ફાઈલમાં પહોંચી ગયું છે.
આ પણ જુઓ: સાઉથ આફ્રિકાએ અફઘાનિસ્તાનને હરાવીને પ્રથમ વખત કોઈ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું