ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

UNની મિટિંગમાં ભારતે મુંબઈ હુમલાના આતંકીનો ઓડિયો સંભળાવ્યો

Text To Speech

મુંબઈમાં ચાલી રહેલી UNની સિક્યુરિટી કાઉન્સિલની મિટિંગમાં મુંબઈ પર થયેલા આતંકી હુમલા વખતે આતંકવાદી અને પાકિસ્તાનમાં બેઠેલા કાવતરાખોર વચ્ચેનો ઓડિયો રજૂ કરીને ભારતે પાકિસ્તાનને ઉઘાડુ કરી નાંખ્યુ હતું.

26-11ના મુંબઈ હુમલા વખતે સિક્યુરિટી એજન્સીઓ દ્વારા મુંબઈમાં આતંકી હુમલામાં સામેલ આતંકી અને્ પાકિસ્તાનમાં બેઠેલા કાવતરા ખોર સાજિદ મીરના કોલનુ રેકોર્ડિંગ કર્યુ હતું.

જેમાં સાજિદ આતંકીઓને કહેતો સંભળાય છે કે, જ્યાં પણ હિલચાલ દેખાય ત્યાં ફાયર કરો. જેના જવાબમાં આતંકી વિશ્વાસ અપાવે છે કે, એવુ જ થશે.

 

સિક્યુરિટી કાઉન્સિલની કાઉન્ટર ટેરરિઝમ કમિટિની બેઠક એ જ તાજ પેલેસ હોટલમાં યોજાઈ રહી છે જેને આતંકીઓએ મુંબઈ હુમલા વખતે ટાર્ગેટ કરી હતી.આ બેઠકમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર, યુકેના વિદેશ મંત્રી જેમ્સ ક્લેવરલી, યુએઈના ગૃહ મંત્રી સામેલ થઈ રહ્યા છે.

UKએ મુંબઈ હુમલાના પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી

મુંબઈ પર થયેલા હુમલામાં 160 લોકો માર્યા ગયા હતા.આતંકીઓએ બે ફાઈવ સ્ટાર હોટલો સહિત બીજા સ્થળોને ટાર્ગેટ કર્યા હતા.

Back to top button