ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

એસ જયશંકરે રાજ્યસભાના ઉમેદવાર તરીકે ભર્યું ફોર્મ; કોંગ્રેસે કેમ ના ઉતાર્યો પોતાનો ઉમેદવાર?

  • 24 જુલાઈએ રાજ્યસભાની ચૂંટણી યોજાસે.
  • ત્રણ ખાલી બેઠક માટે યોજાસે ચૂંટણી.
  • કોંગ્રેસ આ વખતે રાજ્યસભાની ચૂંટણીના રેસમા નહીં રહે.

ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી ત્રણ બેઠક માટે 24 જુલાઈએ ચૂંટણી યોજાવાની છે. ત્યારે આજે તારીખ 10 જુલાઈના રોજ એક બેઠક પર ભાજપે રાજ્યસભાના ઉમેદવાર તરીકે વિદેશ મંત્રી એસ. જયશંકરેને રિપીટ કર્યા છે. જેઓએ આજે ગુજરાત વિધાનસભા ખાતે રાજ્યના મુખ્ય મંત્રી, પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ, અન્ય ધારાસભ્યો તેમજ સાંસદોની હાજરીમાં પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે. ત્યારે કોંગ્રેસે આ ખાલી પડેલી રાજ્યસભાની બેઠકોમાં દાવેદારી નહિં કરવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યસભાની ખાલી પડેલ ત્રણ બેઠકમાં કોંગ્રેસ કેમ નહી લડે ચૂંટણી?

રાજ્યસભામાં ગુજરાતની ખાલી થનારી ત્રણેય બેઠક માટે કોંગ્રેસે ઉમેદવારી કરવાનું માંડી વાળ્યું છે. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યા માત્ર 17નું હોવાથી પોતાના ઉમેદવારને ચૂંટાઇ આવવા જરૂરી 46 મત ન મળે તે સંજોગોને જોતાં કોંગ્રેસે આ વાત જાહેર કરી છે. આથી હવે આ ત્રણેય બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાઇ જશે. અગાઉ પણ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે સ્પષ્ટ કહ્યું હતું કે કોંગ્રેસ પોતાની દાવેદારી નહીં કરે. જોકે વિધાનસભામાં પક્ષના નેતા અમિત ચાવડાએ કહ્યું હતું કે હજુ આ અંગે કોઇ નિર્ણય થયો નથી, પરંતુ પાર્ટીના મોવડીમંડળ સાથે ચર્ચા થયા બાદ આ અંગે સ્પષ્ટતા કરી શકાશે. જોકે પાર્ટીના પ્રવક્તા મનીષ દોષીએ આ અંગે સત્તાવાર માહિતી આપીને આ બાબત જાહેર કરી છે.

રાજ્યસભાની ચૂંટણીમાં ભાગ નહીં લેવાનું નક્કી કર્યું હતું

હાલ ભાજપ સિવાયના ધારાસભ્યોની વિધાનસભામાં સંખ્યા જોઇએ તો કોંગ્રેસના 17, આમ આદમી પાર્ટીના 5, ત્રણ અપક્ષ અને સમાજવાદી પાર્ટીના એક મળીને કુલ 26 સભ્યો થાય છે. તેમાં પણ અપક્ષ ત્રણેય ધારાસભ્યોએ આડકતરી કે સીધી રીતે ભાજપને સમર્થન અગાઉથી જ જાહેર કરી દીધું છે. આ સંજોગોમાં આમ આદમી પાર્ટીએ પણ પહેલેથી જ રાજ્યસભાની ચૂંટણીમાં ભાગ નહીં લેવાનું નક્કી કર્યું હતું. આમ ગોળ મોળ કરે તો પણ 26 સભ્યો જ થાય છે ને, રાજ્યસભાની ચૂંટણીમાં એક પક્ષ જોડે ઓછામાં ઓછા 45 ધારાસભ્ય હોવાનો નિયમ ફરજિયાત છે. જેથી કોંગ્રેસ આ વખતે રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારો ન જાહેર કરવાનું નક્કી કર્યું છે.

આ પણ વાંચો: હર્ષ સંઘવીના એક કામથી રાજ્યભરના IPS અધિકારીઓ થઇ ગયા દોડતા

Back to top button