આંતરરાષ્ટ્રીયગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

પ્રશ્નઃ ભારતમાં શું પરિવર્તન આવ્યું? જવાબઃ નરેન્દ્ર મોદી- કોણે કહ્યું આવું?

Text To Speech

લંડન: વિદેશ મંત્રી એસ જયશંકરનું કહેવું છે કે છેલ્લા એક દાયકામાં ભારતમાં જે સામાજિક-આર્થિક ક્રાંતિ થઈ છે તેની પાછળનું કારણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. તેમના નેતૃત્વના કારણે જ છેલ્લા એક દાયકામાં દેશમાં સામાજિક-આર્થિક ક્રાંતિ આવી છે. બ્રિટનની મુલાકાતે ગયેલા વિદેશ મંત્રીએ વિશ્વ, બ્રિટન અને ભારત-યુકેના સંબંધોમાં થઈ રહેલા બદલાવનો સ્વીકાર કર્યો હતો. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે ભારતની સ્થિતિ સુધારવા અને તેને આકાર આપવામાં વડાપ્રધાન મોદીની મુખ્ય ભૂમિકા છે.

13 નવેમ્બરના રોજ લંડનમાં ભારતીય હાઈ કમિશન દ્વારા આયોજિત દિવાળીના વિશેષ સમારંભને સંબોધિત કરતા વિદેશ મંત્રી જયશંકરે કહ્યું, ‘મેં એમ કહીને શરૂઆત કરી હતી કે વિશ્વ બદલાઈ ગયું છે, આપણા સંબંધો બદલાઈ ગયા છે, યુકે બદલાઈ ગયું છે અને ભારત બદલાઈ ગયું છે. તેથી તમે મને પૂછી શકો છો કે ભારતમાં શું બદલાવ થયા છે. તમે તેનો જવાબ જાણો છો. જવાબ છે મોદી.’ તેમણે ભારત સરકારની બેટી પઢાવો, બેટી બચાવો, જન ધન યોજના, આવાસ યોજના, ડિજિટલ ઈન્ડિયા, સ્ટાર્ટઅપ ઈન્ડિયા અને સ્કીલ ઈન્ડિયા અભિયાન સહિતની અનેક પરિવર્તનકારી નીતિઓ વિશે વિગતવાર વાત કરી હતી.

વિદેશ મંત્રીએ છેલ્લા 10 વર્ષના કાર્યકાળ વિશે કરી વાત

મોદી સરકાર આવતા વર્ષે તેનો બીજો કાર્યકાળ પૂર્ણ કરવાની નજીક છે. આને ધ્યાનમાં રાખીને વિદેશ મંત્રી જયશંકરે પણ છેલ્લા દસ વર્ષમાં જોવા મળેલા વ્યાપક ફેરફારો પર પોતાના વિચારો રજૂ કર્યા. તેમણે કહ્યું કે દેશમાં છેલ્લા 65 વર્ષમાં જેટલી નવી યુનિવર્સિટીઓ અને કૉલેજો બનાવવામાં આવી છે તેટલી જ છેલ્લા દસ વર્ષમાં બનાવવામાં આવી છે.

વિદેશ મંત્રી બ્રિટનની મુલાકાતે

ડૉ. એસ.જયશંકર પાંચ દિવસની બ્રિટનની મુલાકાતે છે જે 15 નવેમ્બરે પૂર્ણ થશે. તેમની મુલાકાત દરમિયાન તેઓ 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક અને યુકેના નવનિયુક્ત વિદેશમંત્રી ડેવિડ કેમરોનને મળ્યા હતા.

આ પણ વાંચો: વિદેશમંત્રી એસ. જયશંકરે UKમાં દિવાળી ઉજવી, ઋષિ સુનકને આપ્યું વિરાટ કોહલીનું બેટ

Back to top button