ભારતના ચંદ્રયાન-3 પહેલા રશિયાનું લુના-25 ચંદ્ર પર ઉતરશે, પાંચ દાયકા બાદ ચંદ્ર પર પહોંચવાની તૈયારી પૂર્ણ
- ચંદ્રયાન-3 પહેલા રશિયાનું લુના-25 ચંદ્ર પર ઉતરશે
- 50 વર્ષ પછી મોકલવામાં આવી રહ્યું છે મિશન
- 11 ઓગસ્ટે લોન્ચ થશે
વિશ્વભરની અવકાશ એજન્સીઓએ ચંદ્ર પર પોતાની નજર રાખી છે. અમેરિકા, ચીન અને ભારતથી લઈ જાપાન સુધી ચંદ્રપર મિશન મોકલવા મથી રહ્યા છે. જેને લઈ ભારતીય અવકાશ એજન્સી ઈસરોનું ચંદ્રયાન-3 હાલ રસ્તામાં છે. જ્યાં બીજી તરફ રશિયા તેનું પ્રથમ ચંદ્ર મિશન શરૂ કરવા જઈ રહ્યું છે.
ચંદ્રયાન-3 23 ઓગસ્ટે ચંદ્ર પર ઉતરશે
ભારતે 14 જુલાઈના રોજ ચંદ્રયાન-3 લોન્ચ કર્યું છે. તે 23 ઓગસ્ટે ચંદ્ર પર ઉતરશે. તે જ સમયે, રશિયાનું લુના-25 આ પહેલા ચંદ્ર પર ઉતરી શકે છે. રશિયા આ વાહનને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારવાની યોજના ધરાવે છે. ચંદ્રના આ ધ્રુવ પર પાણી આવવાની સંભાવના છે.રશિયા Vostochny Cosmodrome થી Luna-25 લોન્ચ કરશે. આ સ્થળ મોસ્કોથી લગભગ 5,550 કિમી પૂર્વમાં આવેલું છે. રશિયાની સ્પેસ એજન્સી રોસકોસમોસે પણ આ વાતની પુષ્ટિ કરી છે.
આ પણ વાંચો : જાણો કયાં પહોંચ્યું ચંદ્રયાન-3, ઈસરોએ કહ્યું- આવતીકાલે પરીક્ષા
ચંદ્ર મિશનને લુના-25 નામ આપવામાં આવ્યું
રશિયાએ લગભગ 50 વર્ષમાં તેનું પ્રથમ ચંદ્ર મિશન શરૂ કરવાની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. આ ચંદ્ર મિશનને લુના-25 નામ આપવામાં આવ્યું છે. આગામી 11 ઓગસ્ટના રોજ રશિયાના પૂર્વમાં આવેલા ગામ શાખ્તિન્સ્કી બસ્તીને ખાલી કરવામાં આવશે, આ ગામ તે વિસ્તારમાં આવેલુંછે. જ્યાં રોકેટ બુસ્ટર પડવાના છે. જેથી લોકોના જાનમાલની સલામતીને ધ્યાનમાં રાખીને હાલ ગામ ખાલી કરાવવામાં આવી રહ્યું છે.
Soyuz-2ને ફ્રેગેટ બૂસ્ટર પર લોન્ચ કરવામાં આવશે
Roscosmos એ કહ્યું છે કે Luna-25ને Soyuz-2 Fregat બૂસ્ટર પર લોન્ચ કરવામાં આવશે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારું તે પહેલું લેન્ડર હશે. આ મિશનનો હેતુ સોફ્ટ-લેન્ડિંગ ટેક્નોલોજી વિકસાવવા, ચંદ્રની આંતરિક રચના પર સંશોધન અને પાણી સહિત અન્ય મહત્ત્વપૂર્ણ વસ્તુઓની શોધ કરવાનો રહેશે. લેન્ડર એક વર્ષ સુધી ચંદ્રની સપાટી પર કાર્યરત રહેવાની અપેક્ષા છે.
લુના-25 મિશનની સફળતાની 50 ટકા તક
રશિયાએ 1976માં લુના-24 લોન્ચ કર્યું હતું. તેના વળકર પર મોડ્યુલે લગભગ 170 ગ્રામ ચંદ્રની ધૂળ પૃથ્વી પર પહોંચાડી હતી.કેટલાકને નવા મિશનની સફળતા અંગે આશંકા છે.મહત્વનું છે કે, લોન્ચ કરાયેલ લુના-24 લગભગ 170 ગ્રામ ચંદ્રની ધૂળ સાથે સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછું ફર્યું. ખગોળશાસ્ત્રી વ્લાદિમીર સાર્દિનનો અંદાજ છે કે લુના-25 મિશનની સફળતાની 50 ટકા તક છે.
આ પણ વાંચો : ચંદ્રયાન-3 આજે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે, જાણો હાલની સ્થિતિ