ભારત આઝાદ દેશ છે, ગમે તેની પાસેથી ક્રડ ઓઈલ ખરીદી શકે: પુતિને ટ્રમ્પને રોકડું પરખાવી દીધું

નવી દિલ્હી 05 ફેબ્રુઆરી 2026: રશિયાએ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના ભારત સાથેના વેપાર કરારને સ્થગિત કરવાના દાવાને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે. ભારત-રશિયા તેલ વેપાર અંગે, રશિયાએ અમેરિકાને સ્પષ્ટપણે જવાબ આપ્યો છે કે ભારત એક સ્વતંત્ર દેશ છે અને કોઈપણ દેશ પાસેથી તેલ ખરીદી શકે છે. તેથી, અમે રાષ્ટ્રપતિ ટ્રમ્પના દાવાને સ્વીકારતા નથી કે ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે.
રશિયન તેલ ખરીદી રોકવા અંગે કોઈ માહિતી નથી
પેસ્કોવનું આ નિવેદન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા બાદ આવ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારત-અમેરિકા વેપાર કરાર હેઠળ રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવા અને તેના બદલે અમેરિકા અને સંભવતઃ વેનેઝુએલા પાસેથી ક્રૂડ તેલ ખરીદવા માટે સંમત થયા હતા. રશિયન પ્રવક્તાએ એમ પણ કહ્યું હતું કે મોસ્કોને ભારત દ્વારા રશિયન તેલ ખરીદી રોકવા અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી. તેમણે એક દિવસ પહેલા આ નિવેદનનું પુનરાવર્તન કરતા કહ્યું હતું કે નવી દિલ્હી તરફથી આવા કોઈ સંકેત મળ્યા નથી.
બંને દેશો વચ્ચે ઊર્જા સહકાર માટે સમર્થન
આ દરમિયાન, રશિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝાખારોવાએ પણ બંને દેશો વચ્ચે ઊર્જા સહયોગને સમર્થન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે હાઇડ્રોકાર્બન વેપાર ભારત અને રશિયા બંને માટે ફાયદાકારક છે. એક બ્રીફિંગ દરમિયાન, ઝાખારોવાએ કહ્યું હતું કે ભારત દ્વારા રશિયન હાઇડ્રોકાર્બનની ખરીદી બંને પક્ષો માટે ફાયદાકારક છે અને વૈશ્વિક ઊર્જા બજારમાં સ્થિરતા જાળવવામાં મદદ કરે છે. “અમે અમારા ભારતીય ભાગીદારો સાથે ગાઢ સહયોગ ચાલુ રાખવા માટે તૈયાર છીએ.”
આ સમાચાર અપડેટ થઈ રહ્યા છે…












