ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

રશિયાના પ્રમુખ પુતિનને હાર્ટ એટેક આવ્યો ?

Text To Speech

રશિયાના પ્રમુખ પુતિનના સ્વાસ્થ્યને લગતા કેટલાક સમાચાર પશ્ચિમના કેટલાક મીડિયા આઉટલેટ્સ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે રશિયન રાષ્ટ્રપતિ પુતિનને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓ તેમના રૂમના ફ્લોર પર પડી ગયા હતા. જોકે રશિયા દ્વારા આ દાવાને ફગાવી દેવામાં આવ્યો છે.

રશિયાના પ્રમુખ પુતિનના સ્વાસ્થ્યને લઈને એક સમાચાર વાયરલ થઈ રહ્યા છે. એક ટેલિગ્રામ ચેનલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે રવિવારે સાંજે જ્યારે પુતિન તેમના બેડરૂમમાં હતા ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. આ સાથે ફરી એકવાર કાનાફૂસી શરૂ થઈ ગઈ છે કે રશિયાના રાષ્ટ્રપતિ બીમાર છે. ગયા વર્ષથી એવા અહેવાલો આવી રહ્યા છે કે પુતિન સ્વાદુપિંડના કેન્સરથી પીડિત છે અને તેમની તબિયત સારી નથી. જોકે, આ દાવાને ક્રેમલિને ખોડો ગણાવ્યો છે.

ક્રેમલિને સમાચાર ખોટા ગણાવ્યા

ક્રેમલિને આ દાવાને ખોટો ગણાવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ક્રેમલિનના સૂત્રોએ જણાવ્યું કે પુતિન સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમની ઓફિસની ફરજો સામાન્ય રીતે બજાવે છે. ક્રેમલિને કહ્યું કે પુતિને સોમવારે બ્રાઝિલના રાષ્ટ્રપતિ સાથે વાત કરી અને રશિયન પ્રદેશના ગવર્નર સાથે પણ મુલાકાત કરી છે.

આ પણ વાંચો: અમેરિકા, બ્રિટન, જર્મની બાદ ફ્રાન્સે પણ ઇઝરાયેલને ટેકો જાહેર કર્યો

Back to top button