ગુજરાતવર્લ્ડ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ગુજરાતમાં થયેલી દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો, નેપાળના PMએ પણ વ્યક્ત કર્યું દુઃખ

Text To Speech

ગુજરાતના મોરબીમાં રવિવારે થયેલા પુલ અકસ્માતમાં મૃત્યુઆંક 140ને પાર કરી ગયો છે. જ્યારે આ ઘટનામાં 70 લોકો ઘાયલ થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બાકીના લોકોને નદીમાંથી બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 177 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને હવે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને દુઃખ વ્યક્ત કર્યું છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુજરાતના મોરબીમાં બ્રિજ દુર્ઘટનામાં 140 લોકોના મોતની દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલવામાં આવેલા સંદેશમાં પુતિને કહ્યું કે, કૃપા કરીને ગુજરાત રાજ્યમાં પુલ ધરાશાયી થવાની દુ:ખદ દુર્ઘટના પર અમારી હૃદયપૂર્વકની સંવેદના સ્વીકારો. પીડિતોના પરિવારો અને ભારત સરકાર પ્રત્યે  અમારી સહાનુભૂતિ. આ સાથે અમે આ દુર્ઘટનાથી પ્રભાવિત તમામ લોકોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાએ કહ્યું, “ગુજરાતના મોરબીમાં પુલ દુર્ઘટનાથી હું ખૂબ જ દુઃખી છું. અમે ભારત સરકાર અને ભારતના લોકો પ્રત્યે અમૂલ્ય જાન ગુમાવવા બદલ દિલથી સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમારી સંવેદના અને પ્રાર્થના શોકગ્રસ્ત પરિવારો સાથે છે.”

આ પણ વાંચો : મોરબી બ્રિજ તૂટવાની ઘટનાઃ એકપણ મૃતદેહના પોસ્ટમોર્ટમ નહીં થાય, GR બહાર પાડ્યો; 132 ડેડબોડીની ઓળખ થઈ

Back to top button