ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

65 યુક્રેનિયન કેદીઓને લઈ જતું રશિયન લશ્કરી વિમાન ક્રેશ, જૂઓ ભયાનક વીડિયો

Text To Speech

મોસ્કો (રશિયા), 24 જાન્યુઆરી: 65 યુદ્ધ કેદીઓને લઈ જતું રશિયન લશ્કરી પરિવહન વિમાન રશિયાના બેલગોરોડ ક્ષેત્રમાં ક્રેશ થયું હતું. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. અકસ્માતના વીડિયોમાં પ્લેન ઝડપથી નીચે ઉતરતું જોવા મળે છે તેની સાથે આગની જ્વાળાઓ પણ દેખાય છે. કહેવામાં આવી રહ્યું છે કે, Il-76 પ્લેન પાઇલટના નિયંત્રણ બહાર થઈ જતાં રહેણાંક વિસ્તારની નજીક ક્રેશ થયું હતું. રશિયન ગવર્નરે જણાવ્યું હતું કે, યુક્રેન નજીક ક્રેશ થયેલા પ્લેનમાં સવાર તમામ લોકો માર્યા ગયા છે.

ન્યૂઝ એજન્સી રિયા નોવોસ્ટીએ સંરક્ષણ મંત્રાલયને ટાંકીને જણાવ્યું હતું કે 65 પકડાયેલા યુક્રેનિયન સૈન્ય કર્મચારીઓ વિમાનમાં સવાર હતા. કેદીઓની આપ-લે કરવા માટે બેલગ્રેડ વિસ્તારમાં લઈ જવામાં આવી રહ્યા હતા. તેમની સાથે પ્લેનમાં છ ક્રૂ મેમ્બર્સ અને ત્રણ એસ્કોર્ટ્સ પણ હાજર હતા. આ પ્લેન ક્રેશની ઘટના બાદ રશિયન સાંસદે દાવો કર્યો છે કે આ મિલિટ્રી પ્લેન પર ત્રણ મિસાઈલો દ્વારા હુમલો કરાયો હતો. જો કે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક રશિયન સૈન્ય પરિવહન વિમાન અચાનક ઝડપથી નીચે ઉતરતું અને એક નાની રિફાઈનરીથી અમુક અંતરે ક્રેશ થતું જોઈ શકાય છે. આ પ્લેન Lushin IL.76 હતું અને તેની લંબાઈ 164 ફૂટ હતી. ક્રેશ થયા બાદ પ્લેનમાં આગ લાગી હતી.

યુક્રેનિયન કેદીઓના બદલામાં રશિયન કેદીઓને છોડવાના હતા

રશિયા અને યુક્રેન કેદીઓના વિનિમય અંગે સમજૂતી પર પહોંચ્યા હતા. થોડા મહિના પહેલા રશિયા અને યુક્રેન વચ્ચે એક સમજૂતી થઈ હતી કે યુદ્ધ હોવા છતાં, તેઓ કેદીઓની આપ-લે કરવાનું ચાલુ રાખશે. આ વિમાનમાં એ જ કેદીઓ હતા, જેના બદલામાં રશિયન કેદીઓને છોડાવવાના હતા. તાજેતરમાં આ જ વિસ્તારમાં મિસાઈલ હુમલામાં 25 લોકો માર્યા ગયા હતા.

આ પણ વાંચો: મિઝોરમમાં મ્યાનમાર આર્મીનું પ્લેન ક્રેશ, એરપોર્ટ પર લેન્ડિંગ વખતે અકસ્માત

Back to top button