મિત્રતા નિભાવવા રશિયા ફરી આગળ આવ્યું, UNSCમાં ભારતને કાયમી સભ્યપદ માટે કર્યુ સમર્થન
રશિયા અને ભારત વચ્ચે સબંધ વધુ ગાઢ બન્યા છે. ત્યારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે ભારતને કાયમી સભ્યપદ માટે સમર્થન આપ્યું છે. વિદેશ મંત્રી સર્ગેઈએ ભારતની પ્રશંસા કરતા કહ્યું કે ભારતે વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમજ 7 ડિસેમ્બરે મોસ્કોમાં પ્રિમાકોવ રીડિંગ ઈન્ટરનેશનલ ફોરમમાં મીડિયાના પ્રશ્નોના જવાબ આપતા સર્ગેઈએ કહ્યું હતુ કે , ‘મને લાગે છે કે ભારત હાલમાં આર્થિક વિકાસની દ્રષ્ટિએ અગ્રણી દેશોમાંનો એક છે. તેની વસ્તી ટૂંક સમયમાં અન્ય કોઈપણ દેશ કરતા વધુ હશે. ભારત પાસે વિવિધ પ્રકારની સમસ્યાઓ ઉકેલવામાં બહોળો રાજકીય અનુભવ છે.
ભારતએ SCOમાં મહત્વની ભૂમિકા ભજવી
રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવે કહ્યું કે ભારત સંયુક્ત રાષ્ટ્ર તેમજ શંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સહિત દક્ષિણ એશિયામાં એકીકરણ માળખાની શ્રેણીમાં સક્રિય ભૂમિકા ભજવે છે. આ વર્ષની શરૂઆતમાં, 77મી યુએન જનરલ એસેમ્બલીને સંબોધિત કરતી વખતે, લવરોવે કહ્યું હતું કે જો આફ્રિકા, એશિયા અને લેટિન અમેરિકાના દેશોને સામેલ કરવામાં આવે તો સુરક્ષા પરિષદ વધુ લોકશાહી હશે.
આ પણ વાંચો: રોનાલ્ડોના સમર્થનમાં ઉતર્યો વિરાટ કોહલી : લખી ઈમોશનલ પોસ્ટ
ભારતનો કાયમી સભ્યપદ માટે સમાવેશ કરવા સમર્થન
પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે ભારતને કાયમી સભ્યપદ માટે કાઉન્સિલમાં સામાવેશ કરવો જોઈએ. રશિયાના વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત અને બ્રાઝિલ જાપાન અને જર્મનીની સાથે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં જોડાવા માટે તેમની અરજીઓને પ્રોત્સાહન આપી રહ્યા છે,
ભારત હાલમાં 15 દેશોની પરિસદની અધ્યક્ષતા કરી રહ્યું છે
સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે ભારતનો વર્તમાન બે વર્ષનો કાર્યકાળ ડિસેમ્બરમાં સમાપ્ત થાય છે. ભારત હાલમાં 15 દેશોની કાઉન્સિલનું અધ્યક્ષ છે. જણાવી દઈએ કે UN સુરક્ષા પરિષદના ચૂંટાયેલા સભ્ય તરીકેના બે વર્ષના કાર્યકાળમાં આ બીજી વખત છે જ્યારે ભારતે કાઉન્સિલનું અધ્યક્ષપદ સંભાળ્યું છે. ભારતે અગાઉ ઓગસ્ટ 2021માં UNSCનું પ્રમુખપદ સંભાળ્યું હતું.