આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રશિયન એમ્બેસીએ ભારતને અનોખી રીતે શુભેચ્છા પાઠવી, જૂઓ વીડિયો

Text To Speech
  • રશિયન એમ્બેસી દ્વારા તેમના સોશિયલ મીડિયા X હેન્ડલ પર વીડિયો શૅર કરી પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી
  • વીડિયોમાં, તેમના સ્ટાફ, બાળકો અને પ્રોફેશનલ ડાન્સર્સ ‘ગદર’ ગીત પર ડાન્સ કરતા જોવા મળ્યા

નવી દિલ્હી, 26 જાન્યુઆરી: ભારતના 75મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે, નવી દિલ્હી સ્થિત રશિયાના દૂતાવાસે ખૂબ જ અલગ અને અનોખી રીતે શુભેચ્છા પાઠવી છે. રશિયન એમ્બેસીએ સની દેઓલની સુપરહિટ બોલિવૂડ ફિલ્મ ‘ગદર‘ના ગીત સાથે દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી છે.

દૂતાવાસ દ્વારા તેના સોશિયલ મીડિયા X હેન્ડલ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં, તેના સ્ટાફના સભ્યો, બાળકો અને પ્રોફેશનલ ડાન્સર્સ ‘ગદર’ ગીત પર નાચતા જોવા મળે છે અને તેમના હાથમાં હેપ્પી રિપબ્લિક ડેના પ્લેકાર્ડ છે. આ વિડિયો શેર કરતાં દૂતાવાસે લખ્યું, “Happy Republic Day India!”

 

રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે X પર પોસ્ટ કરીને લખ્યું, “ભારતને પ્રજાસત્તાક દિવસના અવસર પર ઘણી શુભેચ્છાઓ. અમારા ભારતીય મિત્રોને સમૃદ્ધિ, સુખ અને તેજસ્વી અમૃત કાળ માટે શુભેચ્છાઓ! ભારત અમર રહે! રશિયન-ભારતીય મિત્રતા જીવંત રહે!”

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ભારતના 75મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી હતી. ‘X’ પર એક પોસ્ટમાં, વડાપ્રધાને કહ્યું, “75માં પ્રજાસત્તાક દિવસના વિશેષ અવસર પર શુભેચ્છાઓ. જય હિંદ!”

 

રશિયા ઉપરાંત અમેરિકાએ પણ ભારતને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી છે.

આ પણ વાંચો: વિપક્ષી પાર્ટીના નેતાઓએ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આ રીતે પાઠવી શુભેચ્છા

Back to top button