રશિયા યુક્રેન પર કરશે ભારે હુમલો, 22 લાખ રશિયન સૈનિકો તૈયાર
- 22 મહિનાથી ચાલી રહેલા રશિયા અને યુક્રેન યુદ્ધનો હવે રશિયન સૈનિકો અંત લાવશે. 22 લાખ રશિયન સૈનિકો યુક્રેનને તબાહ કરવા માટે તૈયાર.
રશિયા, 02 ડિસેમ્બર: રશિયા-યુક્રેન યુદ્ધને લગભગ 22 મહિના થઈ ગયા છે. આવી સ્થિતિમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન હવે યુદ્ધને લંબાવવા માંગતા નથી. યુક્રેનના વિનાશની સ્ક્રિપ્ટ મોસ્કોમાં લખવાનું શરૂ થઈ ગયું છે. 22 મહિનાના યુદ્ધ બાદ રશિયાના 22 લાખ સૈનિકો યુક્રેનને તબાહ કરવા તૈયાર છે. રશિયાના રાષ્ટ્રપતિ પુટિને શુક્રવારે લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે દેશની સેનામાં ઓછામાં ઓછા 170,000 વધારાના સૈનિકો ઉમેરવાનો આદેશ આપ્યો હતો.
પુતિનનો આદેશ શુક્રવારે જારી કરવામાં આવ્યો હતો અને તેને તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો હતો, જેમાં રશિયન લશ્કરી કર્મચારીઓની સંખ્યા વધીને 2,200,000 થઈ ગઈ હતી. તેમાં 1,320,000 સૈનિકો પણ સામેલ છે. ઓગસ્ટ 2022 માં, પુતિને 137,000 સૈનિકોને સામેલ કરવાનો આદેશ આપ્યો, જેનાથી લશ્કરી કર્મચારીઓની સંખ્યા લગભગ 2 મિલિયન અને સૈનિકોની સંખ્યા લગભગ 1,150,000 થઈ ગઈ. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે જે લોકો સેનામાં જોડાવા ઈચ્છે છે તેમની ભરતી કરવામાં આવશે.
પુતિને સેનાના વિસ્તરણ માટે નાટોને જવાબદાર ગણાવ્યા હતા
મંત્રાલયે યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષને “વિશેષ સૈન્ય ઓપરેશન” ગણાવ્યું અને સૈન્ય વિસ્તરણ પાછળ ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (નાટો)ના વિસ્તરણને જવાબદાર ઠેરવ્યું હતું. “નાટોના સંયુક્ત સશસ્ત્ર દળોને રશિયન સરહદની નજીક તૈનાત કરવામાં આવી રહ્યા છે અને વધારાની હવાઈ સંરક્ષણ પ્રણાલી તેમજ શસ્ત્રો તૈનાત કરવામાં આવી રહ્યા છે,” નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘નાટોના વ્યૂહાત્મક પરમાણુ દળોની ક્ષમતા વધારવામાં આવી રહી છે. મંત્રાલયે કહ્યું કે નાટોની આક્રમક ગતિવિધિઓને જોતા રશિયન સૈન્યની ક્ષમતા વધારવી એ યોગ્ય પગલું છે’.
આ પણ વાંચો: ન્યુઝીલેન્ડ: હરનેક સિંઘની હત્યાના પ્રયાસમાં 3 ખાલિસ્તાન ઉગ્રવાદીઓેને સજા