રશિયામાં આજે પ્રમુખની ચૂંટણી માટે મતદાન, પુતિન પાંચમી વખત આવી શકે છે સત્તા પર
- યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયામાં પ્રથમ વખત સામાન્ય ચૂંટણીનું આયોજન
મોસ્કો(રશિયા), 15 માર્ચ: યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયામાં પ્રથમ વખત સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આજે શુક્રવારે પ્રમુખની ચૂંટણી યોજાવા જઈ રહી છે. વ્લાદિમીર પુતિન ફરી એકવાર પ્રમુખ પદના ઉમેદવાર તરીકે ઉભા રહ્યા છે. તેથી વ્લાદિમીર પુતિન પાંચમી વખત સત્તા પર પાછા ફરે તેવી અપેક્ષા છે. તેઓ પાંચમી વખત સત્તામાં આવશે તે લગભગ નિશ્ચિત છે. એક બિન-સરકારી મતદાન સંસ્થા લેવાડા સેન્ટરના રિપોર્ટ અનુસાર, પુતિનનું રેટિંગ 86 ટકાથી વધુ છે.યુક્રેન સાથેના યુદ્ધ દરમિયાન તેમની લોકપ્રિયતામાં વધારો થયો છે.
રશિયા આજથી પ્રમુખની ચૂંટણીનું મતદાન શરૂ થશે
રશિયામાં 15 થી 17 માર્ચ સુધી મતદાન થશે. જો કે, યુક્રેનના કેટલાક ભાગો સહિત પ્રારંભિક અને પોસ્ટલ મતદાન પહેલેથી જ શરૂ થઈ ગયું છે. જો કોઈ ઉમેદવારને અડધાથી વધુ મત ન મળે તો ત્રણ અઠવાડિયા પછી બીજા તબક્કાનું મતદાન યોજાશે. જો વ્લાદિમીર પુતિન ફરીથી પ્રમુખની ચૂંટણી જીતે છે, તો તેઓ લગભગ 2030 સુધી સત્તામાં રહેશે.
રશિયાના એક બિન-સરકારી મતદાન સંસ્થા લેવાડા સેન્ટરના રિપોર્ટ અનુસાર, પુતિનનું રેટિંગ 86 ટકાથી વધુ છે. યુદ્ધ દરમિયાન વ્લાદિમીર પુતિનની લોકપ્રિયતામાં ખાસ્સો એવો વધારો થયો હોવાનું જણાવવામાં આવ્યું છે. મોસ્કોની રહેવાસી તાત્યાના કહે છે કે, હું પુતિનને મત આપી રહી છું. મને પુતિન પર વિશ્વાસ છે. તે ખૂબ જ શિક્ષિત છે. પુતિન વૈશ્વિક નેતા છે. હું પુતિનના નેતૃત્વનું સમર્થન કરું છું.
આ પણ જુઓ: મુખ્યમંત્રી મમતા બેનર્જી ઈજાગ્રસ્ત થયા, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયા