આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝવર્લ્ડ

ઝેલેંસ્કીએ યુદ્ધ ખતમ કરવાનો આપ્યો પ્રસ્તાવ, પુતિન સામે રાખી આ શરત

કિવ, તા.24 ફેબ્રઆરી, 2025ઃ રશિયા અને યુક્રેન વચ્ચે ત્રણ વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેંસ્કીએ રશિયા સાથે યુદ્ધ ખતમ કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. આ માટે તેમણે પુતિન સામે પ્રસ્તાવ મૂક્યો છે. એએફપીના રિપોર્ટ અનુસાર, રશિયા-યુક્રેન યુદ્ધની ત્રીજી એનિવર્સરી પર શિખર સંમેલનને સંબોધન કરતાં તેમણે કહ્યું, રશિયાએ યુક્રેનના તમામ સૈનિકો અને નાગરિકોને મુક્ત કરવા પડશે. યુક્રેન પરણ તમામ રશિયન યુદ્ધબંદીઓને મુક્ત કરવા તૈયાર છે. યુદ્ધ સમાપ્ત કરવાની શરૂઆતનો યોગ્ય સમય છે.

ઑક્ટોબર 2024માં રશિયા અને યુક્રેને સંયુક્ત અરબ અમીરાતની મધ્યસ્થતામાં એકબીજાના 95-95 કેદીને મુક્ત કર્યા હતા. યુક્રેનની સંસદના હ્યુમન રાઈટ્સ કમિશનર દિમિત્રો લુબિનેટ્સે કહ્યું કે, 2022માં યુદ્ધ શરૂ થયા બાદ બંને દેશોએ 58મી વખત કેદીઓની અદલા બદલી કરી હતી. આ પહેલા બંને દેશોોએ સપ્ટેમ્બરમાં 103-103 કેદીને મુક્ત કર્યા હતા. ઝેલેંસ્કીએ યુદ્ધની ત્રીજી વર્ષગાંઠ પર રશિયાની આક્રમકતા સામે યુક્રેનના સૈનિકોની બહાદુરીની પ્રશંસા કરી હતી. રશિયાએ 24 ફેબ્રુઆરી, 2022ના રોજ યુક્રેન પર હુમલો કર્યો હતો ત્યારથી બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ છે.

તાજેતરમાં ઝેલેંસ્કીએ કહ્યું હતું કે, જો તેમને નાટોની સભ્યતા આપવામાં આવે તો યુક્રેનના રાષ્ટ્રપ્રમુખનું પદ છોડવા પણ તૈયાર છું. કીવમાં એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું, જો આમ કરવાથી યુક્રેનમાં શાંતિ સ્થપાતી હોય તો હું પદ છોડવા તૈયાર છું. ઝેલેંસ્કીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને યુક્રેનની સ્થિતિ સમજવા અને રશિયાની આક્રમકતા સામે તેમના દેશની સુરક્ષા ગેરંટી આપવાની પણ માંગ કરી હતી.

ટ્રમ્પે ઝેલેંસ્કીને ગણાવ્યા હતા તાનાશાહ

યુક્રેન-રશિયા યુદ્ધની ત્રીજી વર્ષગાંઠ પહેલા મીડિયા સાથે વાત કરતાં ઝેલેંસ્કીએ કહ્યું હતું કે, દેશ અને ટ્રમ્પ પ્રશાસન એક સમજૂતીની ખૂબ નજીક હતા પરંતુ અચાનક ટ્રમ્પને શું થયું તેની ખબર નથી. ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઝેલેંસ્કી વચ્ચેના સંબંધમાં થોડા સપ્તાહથી ખટાશ આવી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે તેમના યુક્રેન સમકક્ષને તાનાશાહ ગણાવ્યા હતા અને યુક્રેનનમાં નવેસરથી ચૂંટણી કરવાની વાત કહી હતી. જેના જવાબમાં ઝેલેંસ્કીએ ટ્રમ્પ પર રશિયન પ્રોપેગેંડાથી પ્રભાવિત હોવાનો આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચોઃ Fact Check: RBI 150 રૂપિયાની નોટ બહાર પાડશે? જાણો હકીકત

Back to top button