રશિયા યુક્રેન યુદ્ધ જયારે હજુ પણ યથાવત છે ત્યારે સરહદ પર મિસાઈલ પડી હોવાના અહેવાલો પછી પોલેન્ડના વડાપ્રધાન મેટ્યુઝ મોરાવીકીએ મંત્રી પરિષદની સુરક્ષા સમિતિની બેઠક બોલાવી હતી.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહ્યા યુદ્ધમાં રશિયા દ્વારા છોડવામાં આવેલ બે મિસેઈલો યુક્રેનના સરહદ પાસે આવેલ નાટો સભ્ય દેશ પોલેન્ડના વિસ્તારમાં પડી હતી. ત્યારે પોલેન્ડના મીડિયાને ટાંકીને રહું થયેલ મીડિયા અહેવાલ મુજબ પોલેન્ડ યુક્રેન સહદ પર લ્યુબ્લીન વોઇવોડશીપમાં પ્રીઝવોડના વિસ્તારમાં બે મિસેલ પડી હતી. અ ધટના દરમિયાન વે વ્યક્તિના મોત થયા ના અહેવાલ મળી રાય છે. પોલીસ અને સેના ઘટના સ્થળે કામગીરી હાથ ધરી છે.
પોલેન્ડે રશિયાના રાજદૂતને બોલાવ્યા
મળતા સમાચાર મુજબ, પોલેન્ડ આ મામલે રશિયાના રાજદૂતને બોલાવી આ ઘટના અંગે ખુલાસો માંગ્યોછે. પોલેન્ડના વિદેશ મંત્રાલય દ્વારા આ સન્દર્ભમાં એક નીવેદન જારી કરવામ આવ્યું છે. મંત્રાલયન પ્રવક્તા લુકાજ જેસીનાએ કહ્યું છે કે અમે તાત્કાલિક આ ઘટના અંગે રશિયાના રાજદૂત પાસે આ ઘટના અંગે વિગતવાર ખુલાસો માંગ્યો છે. મંત્રાલએ નિવેદનમાં કહ્યું છે કે 15 નવેમ્બરે રશિયા તાત્કાલિક યુક્રેન પર ભારે હુમલો કરવામાં આવ્યો હતો અને આ હુમલામાં સેનાએ તેના બે માળખા નષ્ટ પણ કરાયા હતા. મધ્યરાત્રીના 3.40 વાગ્યે લ્યુબ્લીન પ્રાંતના હ્રુબિજોવ જિલ્લાના પ્રઝેવોડોવ ગામ પર રશિયન બનાવટની મિસાઈલ છોડવામાં આવતા પોલેન્ડના બે સામાન્ય નાગરિકોના મૃત્યુ થયા હતા. આ ઘટન અંતે પોલેન્ડના વિદેશ પ્રધાન ઝબિગ્ન્યુ રાઉતે તાત્કાલિક રશિયન રાજદૂતને બોલાવી આ ઘટન અંગે વિગતવાર ખુલાસો માંગ્યો છે.
આ પણ વાંચો : સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અબુ આઝમીના સંબંધીઓના ઘરે IT ના દરોડા
મિસાઈલ અંગે પોલેન્ડ વિદેશ મંત્રાલયનો ખુલાસો
ન્યુઝ એજન્સી દ્વારા મળતી માહિતી મુજબ, પોલેન્ડના વિદેશ મંત્રાલએ પુષ્ટિ કરી છે કે તેના ક્ષેત્રમા પડેલું આ રોકેટ રશિયામાં બનવામાં આવ્યું છે. તેમજ નાટોની કલમ 4 મુજબ, પોલેન્ડ દ્વારા કરવામાં આવેલી વિનતી હેઠળ, નાટોમ અસમેલ સભ્ય હદેશોના રાજદૂતો આજે આ મામલે બેઠક કરશે. નાટોના આર્ટિકલ 4 તહેત, નાટોના સભ્યો, અને નાટો સભ્ય રાષ્ટ્રની સુરક્ષાને લઈને કોઇપણ મુદો ઉઠાવી શેકે છે.
રશિયા દ્વાર કરાયો ઇન્કાર
મોસ્કોએ પોલેન્ડ પર રશિયન મિસાઈલોના હુમલાના અહેવાલને ઉશ્કેરણી ગણાવી છે. તેમજ ન્યુઝ એજન્સી એએફપીએના અહેવાલ મુજબ રશિયાના સંરક્ષણ મંત્રાલયદ્વારા આ બાબતને નકારી દેવામાં આવી છે કે, પોલેન્ડના વિસ્તારમાં પડેલી મિસાઈલ રશિયન છે. તેમજ વઘુમાં કહ્યું છે કે, યુદ્ધની વધતી જતી સ્થિતિ વચ્ચે આ ઇરાદાપૂર્વકની ઉશ્કેરણી છે અને રશિયન મંત્રાલએ કહ્યું છે કે યુક્રેન-પોલેન્ડ સરહદને નિશાનો બનાવીને રશિયા દ્વારા કોઇપણ રશિયન મિસાલાઈથી હુમલો કરવામાં આવ્યો નથી .