ટોપ ન્યૂઝવર્લ્ડ

રશિયા-યુક્રેન યુદ્ધ : શું PM મોદી યુદ્ધ રોકી શકશે ? વિશ્વની નજર હવે ભારત પર

રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લા ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે જેનાથી યુક્રેનની હાલત કફોડી બની ગઈ છે. દુનિયાના મોટાભાગના દેશો યુક્રેન તરફ છે. આ યુદ્ધમાં રશિયાને જવાબદાર માનવામાં આવે છે. આ યુદ્ધને કોણ રોકી શકે તે એક મોટો પ્રશ્ન છે. તાજેતરમાં વ્હાઇટ હાઉસની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જોન કિર્બીએ કહ્યું કે, ભારતના વડાપ્રધાન મોદી આ યુદ્ધને રોકી શકે છે. અમે તેમના પ્રયત્નનું સ્વાગત કરીશું, જેથી યુક્રેનમાં દુશ્મનાવટનો અંત આવી શકે.

હાલમાં બંને દેશો વચ્ચે યુદ્ધ ખતમ થવાના કોઈ સંકેત નથી, પરંતુ આ દરમિયાન અમેરિકા દ્વારા એક મોટું નિવેદન સામે આવ્યું છે. વ્હાઇટ હાઉસે શુક્રવારે (10 ફેબ્રુઆરી) ફરીથી કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા યુદ્ધને ખતમ કરવાના કોઈપણ પ્રયત્નને આવકારશે.

આ પણ વાંચો:રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ કરવામાં ભારત મહત્વની ભૂમિકા ભજવી શકે છે – અમેરિકાનું નિવેદન

શું PM મોદી રશિયા-યુક્રેન યુદ્ધ રોકી શકશે?

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અંગે જ્યારે પૂછવામાં આવ્યું કે શું PM મોદી પાસે હજુ પણ યુદ્ધ રોકવાનો કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મનાવવાનો સમય છે ? જેના પર વ્હાઇટ હાઉસ તરફથી કહેવામાં આવ્યું કે,મને લાગે છે કે પુતિન પાસે યુદ્ધને રોકવા માટે હજુ પણ સમય છે. અમે યુક્રેનમાં દુશ્મનાવટને ખતમ કરવા માટે પીએમ મોદી દ્વારા લેવામાં આવનાર પગલાને આવકારીશું.

આ પણ વાંચો:ઋષિ સુનકની પુતિનને ધમકી, ‘યુક્રેનમાંથી તાત્કાલિક બહાર નીકળે રશિયા’

હવે યુદ્ધનો યુગ નથી

થોડા દિવસો પહેલા પીએમ મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે આ યુદ્ધનો યુગ નથી યુદ્ધથી વિનાશ જ થાય છે આપણે વસુદેવ કુટુંબકમમાં માનીએ છીએ. પ્રધાનમંત્રીએ ઉઝબેકિસ્તાનના સમરકંદમાં દ્વિપક્ષીય બેઠક દરમિયાન આ વાત કહી. જોન કિર્બીએ કહ્યું કે PM મોદીની માન્યતા સાચી છે અને અમેરિકાએ તેનું સ્વાગત કર્યું છે. પીએમ મોદીના આ નિવેદનને વૈશ્વિક નેતાઓએ સ્વીકાર્યું અને આંતરરાષ્ટ્રીય મીડિયાએ પણ તેની પ્રશંસા કરી.

આ પણ વાંચો:રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પુતિનની ગર્લફ્રેન્ડનો ડાન્સ વાયરલ, રશિયન સેનાનો જુસ્સો વધારી રહી છે

વ્હાઇટ હાઉસે પુતિન પર આક્ષેપ કર્યો

હવે વ્હાઇટ હાઉસે પણ પુનીત પર આક્ષેપ કર્યો છે. વ્હાઇટ હાઉસની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જોન કિર્બીએ રશિયા-યુક્રેન યુદ્ધ માટે રાષ્ટ્રપતિ પુતિનને જવાબદાર ગણાવ્યા છે. તેમણે કહ્યું “યુક્રેનિયન લોકો સાથે જે થઈ રહ્યું છે તેના માટે વ્લાદિમીર પુતિન એકમાત્ર જવાબદાર વ્યક્તિ છે, અને તે હવે તેને રોકી શકે છે,” આમ પુતિન જવાબદાર ઠેરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:અમેરિકા અને ચીન વચ્ચે 2025માં વિશ્વયુદ્ધ થવાની સંભાવના, કોણે કરી આ મોટી આગાહી

દુશ્મનાવટનો અંત આવવો જ જોઈએ – કિર્બી

જ્હોન કિર્બીએ આગ્રહ કર્યો કે દુશ્મનાવટનો અંત આવવો જોઈએ. તેમણે રશિયા અને યુક્રેન વચ્ચેના વિનાશક યુદ્ધને ખતમ કરવા માટે યુએસ પ્રમુખ જો બિડેનના પ્રયત્નો ઉપર પણ ભાર મુક્યો. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ બિડેને યુદ્ધ ખતમ કરવા માટે ઘણી વખત અપીલ કરી છે, પરંતુ પુતિન તૈયાર નથી. અમને લાગે છે કે આ યુદ્ધ શક્ય તેટલી વહેલી તકે ખતમ થવું જોઈએ અને વિશ્વમાં શાંતિ અને ભાઈચારો બનાવવવો જોઈએ.

Back to top button