વર્લ્ડ

યુરોપને ડિસ્કાઉન્ટમાં આપતું ઓઈલ રશિયા ભારતને સપ્લાય કરવા લાગ્યું, જાણો શું છે કારણ

રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે ભારત સાથે રશિયાનો ઓઈલ બિઝનેસ સતત નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યો છે. દરમિયાન, એવા સમાચાર આવ્યા છે કે રશિયા આર્કટિક ક્ષેત્રમાંથી નીકળતા ક્રૂડ ઓઈલનો પુરવઠો ભારત અને ચીનને ડિસ્કાઉન્ટ પર વેચી રહ્યું છે. અગાઉ આ તેલ યુરોપિયન દેશોને વેચવામાં આવતું હતું, પરંતુ ગયા મહિનાથી યુરોપિયન દેશોએ તેલ ખરીદવાનું બંધ કરી દીધું હતું જેના કારણે તેની સપ્લાય ચેન અન્ય ગ્રાહકો તરફ વાળવામાં આવી હતી.

ઝેલેન્સકી અને વ્લાદિમીર પુતિનની ફાઈલ તસ્વીર
ઝેલેન્સકી અને વ્લાદિમીર પુતિનની ફાઈલ તસ્વીર

રશિયા ઉપર લગાવાયેલા પ્રાઇઝકેપના પગલે લેવાયો નિર્ણય

ડિસેમ્બરમાં, યુરોપિયન યુનિયન દેશોના G-7 જૂથ અને ઓસ્ટ્રેલિયાએ રશિયન તેલ પર ભાવ મર્યાદા લાદી હતી. પ્રાઇસ કેપ લાગુ કરતી વખતે કહેવામાં આવ્યું હતું કે જો રશિયા તેને સ્વીકારશે નહીં તો તેના પર ઘણા વધુ નિયંત્રણો લાદવામાં આવશે. રશિયાએ પ્રાઇસ કેપ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. રશિયાએ કહ્યું કે જે દેશ તેના તેલની કિંમતની મર્યાદા લગાવશે, તે તેને તેલ વેચવાનું બંધ કરશે. આ પછી, આર્કટિક ક્ષેત્રમાંથી નીકળતું કાચા તેલ, જે યુરોપના દેશોમાં મોકલવામાં આવતું હતું, તે બંધ થઈ ગયું હતું. આવી સ્થિતિમાં તેલ કંપનીઓએ નવા ખરીદદારોની શોધ શરૂ કરી હતી દરમિયાન સિંગાપોરના એક તેલ વેપારીએ આ વિશે જણાવ્યું હતું કે અગાઉ આર્કટિક તેલ યુરોપિયન દેશોમાં મોકલવામાં આવતું હતું, પરંતુ હવે તેને અન્યત્ર મોકલવું પડશે.

Vladimir Putin And Xi Jinping File Image
Vladimir Putin And Xi Jinping File Image

મે મહિનાથી આર્કટિક તેલનો પુરવઠો વધી રહ્યો છે

ઉલ્લેખનીય છે કે, મે 2022 થી ભારતમાં આર્કટિક તેલનો પુરવઠો સતત વધી રહ્યો છે. નવેમ્બરમાં આર્કટિક તેલનો રેકોર્ડ જથ્થો ભારતને વેચવામાં આવ્યો હતો. રશિયાએ નવેમ્બરમાં ભારતને લગભગ 66 લાખ બેરલ તેલની નિકાસ કરી હતી, જ્યારે ડિસેમ્બરમાં લગભગ 41 લાખ બેરલ તેલની નિકાસ કરવામાં આવી હતી. આમાં મોટા ભાગનું તેલ આર્કો અને આર્કો/નોવી પોર્ટનું હતું. બીજી તરફ, સત્તાવાર સૂત્રોનું માનીએ તો, ગયા અઠવાડિયે ભારતને આર્કટિક પ્રદેશમાંથી જ વરંદે ક્રૂડનો પ્રથમ કાર્ગો મળ્યો હતો. તે નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં લોડ કરીને મોકલવામાં આવ્યો હતો. 9 લાખ બેરલ સાથે આ કાર્ગો 27 ડિસેમ્બરે યુરોપ અને પછી સુએઝ કેનાલ થઈને ભારતના કોચી બંદરે પહોંચ્યો હતો. આ તેલ ભારતીય કંપની ભારત પેટ્રોલિયમને સપ્લાય કરવામાં આવ્યું હતું.

Back to top button