Russia Ukraine War : રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે.અને આ યુદ્ધના ભણકારા વચ્ચે રશિયાને ફરી એક વાર આચંકો લાગ્યો છે.અને રશિયાની પક્કડ પાછી ખેચવાનું પ્રયત્ન કરી રહ્યું છે.
એક તરફ રશિયા અને યુક્રેન યુદ્ધ અને બીજી તરફ…..
હવે એક તરફ રશિયાએ યુક્રેન સાથે મુકાબલો કરવાનો છે તો બીજી તરફ તે પોતાના જ દેશમાં વિદ્રોહનો પણ સામનો કરી રહ્યું છે.
વેગનર આર્મીએ પણ ખોલ્યો મોરચો
વેગનર આર્મીએ રશિયા અને રશિયન સરકાર સામે પણ મોરચો ખોલ્યો છે. તે ઝડપથી મોસ્કો તરફ આગળ વધી રહી છે. આખરે એવું તો શું થયું કે વેગનર આર્મીએ પુતિન સામે પણ અવાજ ઉઠાવવો પડ્યો? પ્રશ્ન એ છે કે શું રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સાથે યુદ્ધ શરૂ કરીને મોટી ભૂલ કરી છે?
આ સેના કોઈ પણ ગુપ્ત મિશન પૂર્ણ કરી શકે છે
આ ખાનગી સેના રશિયા યુક્રેન દરમ્યાન આ સેના કોઈપણ ગુપ્ત મિશન પૂર્ણ કરી શકે છે, કોઈપણ યુદ્ધમાં તેમને મોકલી શકે છે, અને તેમ છતાં રશિયાની કોઈ જવાબદારી રહેશે નહીં. આ એટલા માટે છે કારણ કે વેગનર એક ખાનગી સેના છે, રશિયા તેની કોઈપણ ક્રિયાઓની જવાબદારી લેશે નહીં.
રશિયા અને યુક્રેન દરમ્યાન વેગનર આર્મીએ ગુમવ્યા ઘણા સૈનિકો
આ વેગનર આર્મીના ઘણા સૈનિકો રશિયા-યુક્રેન યુદ્ધમાં માર્યા ગયા છે. રશિયા અને યુક્રેનમાં યુક્રેનને સૌથી વધુ નુકસાન પહોંચાડવામાં આ વેગનર આર્મીનો હાથ છે. પરંતુ જે ઓડિયો મેસેજ સામે આવ્યો છે તે મુજબ વેગનરની સેનાએ આરોપ લગાવ્યો છે કે યુક્રેનમાં રશિયન મિસાઈલ હુમલામાં ખરેખર તેના જ ઘણા સૈનિકો માર્યા ગયા હતા. આ કારણોસર, વેગનરના સૈનિકો હવે રશિયા પાછા ફર્યા છે. તેમનું કહેવું છે કે ન્યાય માટે રશિયન સરકાર સામે વિરોધ પણ કરવામાં આવશે.
આ પણ વાંચો : બળવાખોર વેગનર ગ્રૂપનો દાવો, “Russiaને ટૂંક સમયમાં મળશે નવા રાષ્ટ્રપતિ”