ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

રશિયાએ પન્નુની હત્યાના ષડયંત્રમાં ભારતની સંડોવણીના USના દાવાને વખોડી કાઢ્યો

  • રશિયન અધિકારીએ અન્ય કેટલાક દેશો સામે ખોટા આરોપો કરવા બદલ પણ USની ટીકા કરી
  • આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય બાબતોમાં વોશિંગ્ટન કરતાં વધુ દમનકારી શાસનની કલ્પના કરવી મુશ્કેલ: રશિયા 

મોસ્કો,9 મે: રશિયાએ આજે ગુરુવારે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરામાં ભારતીય અધિકારીઓની સંડોવણી હોવાના અમેરિકાના દાવાને નકારી કાઢ્યો છે. રશિયાએ કહ્યું કે, “વોશિંગ્ટને હજુ સુધી કોઈ વિશ્વસનીય માહિતી અથવા પુરાવા આપ્યા નથી.” વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ આરોપ લગાવ્યો કે, અમેરિકા ભારતમાં આંતરિક રાજકીય પરિસ્થિતિને અસંતુલિત કરવાનો અને ચાલી રહેલી સામાન્ય ચૂંટણીઓને જટિલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

 

ઝખારોવાએ કહ્યું કે, “વોશિંગ્ટનમાં ભારતની રાષ્ટ્રીય માનસિકતા અને ઈતિહાસની સાદી સમજનો અભાવ છે, કારણ કે અમેરિકા ધાર્મિક સ્વતંત્રતા અંગે પાયાવિહોણા આક્ષેપો કરવાનું ચાલુ રાખે છે. વોશિંગ્ટનની ક્રિયાઓ સ્પષ્ટપણે ભારતની આંતરિક બાબતોમાં દખલગીરી છે… જ્યાં સુધી અટકળોનો પ્રશ્નો છે, કોઈ પુરાવા જ નથી, તો તે સ્વીકાર્ય પણ નથી…તેઓ ભારતને એક દેશ તરીકે માન આપતા નથી.”

આતંકવાદના આરોપમાં ભારતમાં વોન્ટેડ પન્નુ અમેરિકા અને કેનેડાની બેવડી નાગરિકતા ધરાવે છે

રશિયન અધિકારીએ અન્ય કેટલાક દેશો સામે ખોટા આરોપો કરવા બદલ પણ USની ટીકા કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, “આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય બાબતોમાં વોશિંગ્ટન કરતાં વધુ દમનકારી શાસનની કલ્પના કરવી મુશ્કેલ છે.” ગયા વર્ષે નવેમ્બરમાં, US ફેડરલ પ્રોસિક્યુટર્સે ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના નિષ્ફળ કાવતરામાં ભારતીય સરકારી કર્મચારી સાથે કામ કરવાનો આરોપ મૂક્યો હતો. આતંકવાદના આરોપમાં ભારતમાં વોન્ટેડ પન્નુ અમેરિકા અને કેનેડાની બેવડી નાગરિકતા ધરાવે છે. તેને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આતંકવાદ વિરોધી કાયદા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ હેઠળ આતંકવાદી તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.

આ પણ જુઓ: નહેરુ પોતે SC/STને અનામત આપવાના વિરોધી હતા: ભાજપે અખબારી અહેવાલના આધારે કર્યો દાવો

Back to top button