ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતના ગ્રામીણ ઘરો હવે ‘સ્માર્ટ હોમ્સ’ બનશે

  • ‘હર ઘર કનેક્ટિવિટી(ફાઇબર ટુ ફેમિલિ)’ની પહેલની શરુઆત
  • આ પહેલ શહેરી-ગ્રામીણ ડિજિટલ અંતરને દૂર કરશે
  • વધુને વધુ ગ્રામ્ય વિસ્તારના ઘરોને લાભ આપવામાં આવશે

ગુજરાતના ગ્રામીણ ઘરો હવે ‘સ્માર્ટ હોમ્સ’ બનશે. જેમાં ગુજરાત રાજ્ય સરકાર તરફથી ટેક્નોલૉજીના મહત્તમ ઉપયોગ તેમજ જનસુખાકારી માટે ડિજિટલ ઇન્ડિયા અભિયાનની શરુઆત કરવામાં આવી હતી.

‘હર ઘર કનેક્ટિવિટી(ફાઇબર ટુ ફેમિલિ)’ની પહેલની શરુઆત

હવે ગ્રામીણ વિસ્તારોના ઘરોને સ્માર્ટ હોમ્સમાં રૂપાંતરિત કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. સુશાસન દિવસ એટલે કે, 25 ડિસેમ્બરે ‘હર ઘર કનેક્ટિવિટી(ફાઇબર ટુ ફેમિલિ)’ની પહેલની શરુઆત કરવામાં આવી હતી. આ પહેલ હેઠળ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના ઘરોને માર્કેટ કરતાં સસ્તા દરોએ ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ કનેક્શન તેમજ અન્ય વેલ્યુ એડેડ સર્વિસિસ પૂરી પાડવામાં આવશે.

વધુને વધુ ગ્રામ્ય વિસ્તારના ઘરોને લાભ આપવામાં આવશે

રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલૉજી વિભાગ હેઠળ, ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ (GFGNL) દ્વારા હર ઘર કનેક્ટિવિટી (ફાઇબર-ટુ-ફેમિલિ) પહેલ શરુ કરવામાં આવી છે. આ પહેલ હેઠળ GFGNL દ્વારા, ગ્રામીણ વિસ્તારના ઘરોને સસ્તા અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ કનેક્શનની સાથે વેલ્યુ-એડેડ-સેવાઓ (VAS) જેવી કે વાઇ-ફાઇ, કેબલ TV (ફ્રી-ટુ-એર અને પેઇડ ચેનલ્સ), ઓ. ટી. ટી. (ઓવર-ધ-ટોપ ટેલિવિઝન) અને ગેમિંગનો આનંદ મળી રહે તે માટે વિવિધ એજન્સીઓ સાથે ભાગીદારી કરીને પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂઆતમાં 25,000 FTTH (ફાઈબર-ટુ-હોમ) જોડાણ આપવામાં આવશે. ત્યારબાદ, ભવિષ્યમાં આ જોડાણો વધારવામાં આવશે અને વધુને વધુ ગ્રામ્ય વિસ્તારના ઘરોને તેનો લાભ આપવામાં આવશે.

આ પહેલ શહેરી-ગ્રામીણ ડિજિટલ અંતરને દૂર કરશે

આ સિવાય ગ્રામ્ય વિસ્તારોના ઘરોને ટેલિવિઝન મનોરંજન, યુટિલિટી બિલોની ચૂકવણી, ડિજિટલ સર્વિસ સ્ટેક, ગવર્મેન્ટ ટુ સિટિઝન્સ (G2C) જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમજ, ઓનલાઈન એજ્યુકેશન (ઇ-એજ્યુકેશન), કૃષિ કે ખેતીવાડી માટે IoT સોલ્યુશન્સ, ઇ-એગ્રીકલ્ચર, પશુપાલન સંલગ્ન માહિતી પ્રસારણ, આરોગ્ય માટે ઇ-હેલ્થ અને ટેલિ-મેડિસિન્સ જેવી સેવાઓ પણ મળશે. આ પહેલ દ્વારા ગ્રામીણ ઘરોને ડિજિટલી સશક્ત બનાવીને ‘સ્માર્ટ હોમ્સ’માં રૂપાંતરિત કરવામાં આવશે. આ પહેલ શહેરી-ગ્રામીણ ડિજિટલ અંતરને દૂર કરશે તેમજ ગુજરાતના ગ્રામીણ નાગરિકોને શહેરી વિસ્તારને સમકક્ષ સેવા, લાભો અને તકો આપવામાં આવશે.

આ પણ વાંચો: અમદાવાદમાં યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટના આયોજકોને નોટિસ

Back to top button