કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

રાજકોટના ઉપલેટા નજીકથી રૂરલ ક્રાઇમબ્રાન્ચે 7000 લીટર બાયોડિઝલ સાથે બે શખસોને ઝડપી લીધા

Text To Speech

રાજકોટના ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂરલ એલસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો અને જવલશીલ પ્રવાહી જેનો બાયોડીઝલ તરીકે વેચાણ કરતા હોય તે 7 હજાર લીટર રૂ.11,47,300 ના મુદામાલ સાથે 2 શખ્સોને ઝડપી લઈ વધુ એક વખત બાયોડીઝલ કૌભાંડ પર ઘોંસ બોલાવી છે.

રેન્જ આઈજીની સુચનાથી તપાસમાં હતી ટીમ

આ અંગે એલસીબીના સૂત્રોએ જણાવ્યું કે, રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, એસપી જયપાલસિંહ રાઠોડ દ્વારા વાહનોમાં ગેરકાયદેસર રીતે અનઅધિકૃત રીતે બાયોડીઝલના નામથી જ્વલનશીલ ઈંધણ ભરી વાહનોને તેમજ વાતાવરણને પ્રદુષિત કરે તેવા ઈંધણોનો ઉપયોગ તથા વેચાણ કરતા તત્વો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અન્વયે જેતપુર ડીવીઝનના ડીવાયએસપી આર.એ. ડોડીયા તથા એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પીઆઈ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલીંગમાં હતા.

પોરબંદર હાઇવે ઉપર દરોડો પાડ્યો

તે દરમ્યાન પીઆઈ વી.વી.ઓડેદરા તથા પીએસઆઈ ડી.જી.બડવાની બાતમી હકિકત આધારે ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પાસે આવેલ સાંઢળાના ટીંબાના માર્ગની બાજુમાં આવેલ બંસીધર એન્ટરપ્રાઇઝમાંથી જ્વલશીલ પ્રવાહી રાખી જેનો બાયોડીઝલ તરીકે વેચાણ કરતા તથા ટ્રકમાં પુરાવતા હાજર મળી આવેલ 2 શખ્સ પાસેથી જ્વલશીલ પેટ્રોલીયમ પ્રવાહી સાથે કુલ રૂ.11,47,300 નો મુદામાલ કબ્જે કરી એફ.એસ.એલ. તપાસણી અર્થે મુદ્દામાલ સીઝ કરવામાં આવેલ છે. અને ગોડાઉન સીલ કરવામાં આવેલ છે.

ઉપલેટા પોલીસમાં ગુનો નોંધી તપાસ શરૂ કરાઇ

રૂરલ એલસીબીએ હરેશભાઇ જેસુરભાઇ ચાવડા (રહે ધોરાજી, જમનાવડ રોડ અપુર્વ સ્કુલ પાસે જી.રાજકોટ), રામભાઇ હમીરભાઇ ભાટુ (રહે. ધ્રેવાડા તા. કુતીયાણા જી પોરબંદર) ને હસ્તગત કરી ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી માટે ઉપલેટા પોલીસને સોંપવા કાયદેસર કાર્યવાહી કરાઈ છે. આરોપીઓ પાસેથી 7,164 લીટર બાયોડિઝલ સિઝ કરાયું છે. જેની કિંમત રૂ.5,37,300 છે. 1 ઈલેક્ટ્રીક ફ્યુલપંપ, ભુગર્ભ ટાંકો, ટ્રક, 2 મોબાઈલ મળી રૂ. 11,47,300નો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

Back to top button