ટોપ ન્યૂઝનેશનલબિઝનેસ

‘રૂપિયો નથી ગગડી રહ્યો, પણ ડોલર મજબૂત થઈ રહ્યો છે’, નાણામંત્રીએ રૂપિયામાં સતત ઘટાડા પર આપી પ્રતિક્રિયા

Text To Speech

ભારતીય રૂપિયો ડૉલરની સરખામણીએ રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો છે. આ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે ઘટતા રૂપિયા પર વાત કરતા કહ્યું કે ભારતીય રૂપિયો નથી ગગડી રહ્યો, પરંતુ યુએસ ડૉલર મજબૂત થઈ રહ્યો છે. નાણામંત્રીએ વોશિંગ્ટન ડીસીમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા આ વાત કહી. નિર્મલા સીતારમણ હાલ અમેરિકાના પ્રવાસે છે. અહીં ભારતની ગ્રોથ સ્ટોરી અને મજબૂત અર્થવ્યવસ્થા વિશે બોલતા તેમણે રૂપિયા પર વાત કરી. જણાવી દઈએ કે નાણામંત્રીનું આ નિવેદન રૂપિયો 82.69 ના ઓલ ટાઈમ લો પર પહોંચવાના થોડા દિવસો બાદ આવ્યું છે.

નાણામંત્રીએ શું કહ્યું?

એક પ્રશ્નના જવાબમાં સીતારમણે કહ્યું, “ડોલર સતત મજબૂત થઈ રહ્યો છે. તેથી દેખીતી રીતે અન્ય તમામ ચલણો મજબૂત ડોલર સામે પ્રદર્શન કરી રહી છે. હું તકનીકી વિશે વાત નથી કરી રહી, પરંતુ હકીકત એ છે કે ભારત સંભવતઃ આ ડોલરના દરમાં વધારાનો સામનો કરી રહ્યો છે. .. મને લાગે છે કે ભારતીય રૂપિયો અન્ય ઘણી ઉભરતી બજારની કરન્સી કરતાં આગળ વધી ગયો છે.

આરબીઆઈની નજર છે

નિર્મલા સીતારમણે કહ્યું કે આરબીઆઈ રૂપિયાને નીચે જતા રોકવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે આરબીઆઈનું ફોકસ એ વાત પર વધુ છે કે માર્કેટમાં કોઈ મોટી વોલેટિલિટી નથી. તેથી ભારતીય ચલણને ઠીક કરવા માટે કેન્દ્રીય બેંક બજારમાં દખલ કરી રહી નથી.

આ પણ વાંચો : ભારતીય રૂપિયો ડોલર સામે ભલે નીચે ગયો પરંતુ પાઉન્ડ, યુરો, યેન સામે મજબૂત થયો

Back to top button