ડોલર સામે રૂપિયો 81ને પાર પહોંચ્યો, શેરબજાર પર શું છે સ્થિતિ ?
આજે સપ્તાહના અંતિમ કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયામાં ઘટાડો વધતો જતો જોવા મળી રહ્યો છે. પહેલીવાર ડોલરની સામે રૂપિયો 81 ના સ્તરની પાર ગયો છે. 1 ડોલરના મુકાબલે ભારતીય રૂપિયો 23 પૈસા નબળાઈની સાથે રૂપિયો 81.09 ના સ્તર પર ખૂલ્યો છે. જ્યારે ગુરૂવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 80.86 ના સ્તર પર બંધ થયો હતો.
પ્રી-ઓપનિંગ સેશનમાં બજારમાં ઘટાડો જોવાને મળ્યો. વૈશ્વિક બજારમાં ફેડરલ રિઝર્વે વ્યાજ દર વધારતા, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વધારે વણસે એવી શક્યતાના કારણે સલામતી તરફ દોટના લીધે ડોલર વધી રહ્યો છે. ભારતની ચાલુ ખાતાની ખાધ વધી રહી છે, દેશની વિદેશી હૂંડિયામણની અનામત ઘટી રહી છે તેની અસર પણ રૂપિયા ઉપર જોવા મળી રહી છે.
Rupee hits fresh record low, opens 25 paisa lower at 81.09/$ vs yesterday's close of 80.86/$. pic.twitter.com/EJtVZVABGA
— ANI (@ANI) September 23, 2022
શેરબજારમાં શું રહી અસર ?
શેરબજારની વાત કરવામાં આવે તો નિફ્ટી 17,600 ની નીચે છે અને સેન્સેક્સ 58,826 પર છે. સેન્સેક્સે 293 અંકો સુધી લપસ્યો છે, જ્યારે નિફ્ટીએ 79 અંક સુધી ઘટ્યો છે. બજાર પર આંતરરાષ્ટ્રીય બજારની અસર હાલ ઓછી જોવા મળી રહી છે, પણ ડૉલર સામે રૂપિયો તૂટવાના કારણે બજારમાં સ્થિતિ વણસી રહી છે.